Not Set/ #America/ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ધમકી, અમે તમામ સંબંધોને તોડી શકીએ છીએ

ચીનનાં વુહાનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના વાયરસે સૌથી વધુ અમેરિકાને જ મોટી મુસિબતમાં મુકી દીધો છે. જેના કારણે હવે અમેરિકાએ ચીન પ્રત્યે પોતાનુ વલણ આક્રમક બનાવી દીધુ છે. અમેરિકા આ ​​વૈશ્વિક સમસ્યા માટે માત્ર અને માત્ર ચીનને દોષી ઠેરવી રહ્યું છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને વિશ્વભરમાં ફેલાવવાનો આક્ષેપ લગાવતા ચીન સાથેનાં તમામ […]

World
07609de73e9299af285cc758e0833118 #America/ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ધમકી, અમે તમામ સંબંધોને તોડી શકીએ છીએ

ચીનનાં વુહાનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના વાયરસે સૌથી વધુ અમેરિકાને જ મોટી મુસિબતમાં મુકી દીધો છે. જેના કારણે હવે અમેરિકાએ ચીન પ્રત્યે પોતાનુ વલણ આક્રમક બનાવી દીધુ છે. અમેરિકા આ ​​વૈશ્વિક સમસ્યા માટે માત્ર અને માત્ર ચીનને દોષી ઠેરવી રહ્યું છે.

હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને વિશ્વભરમાં ફેલાવવાનો આક્ષેપ લગાવતા ચીન સાથેનાં તમામ સંબંધો તોડી નાખવાની ધમકી આપી છે. આ જીવલેણ વાયરસથી વિશ્વભરમાં લગભગ ત્રણ લાખ લોકો માર્યા ગયા છે, જેમાં 8૦,૦૦૦ થી વધુ અમેરિકનો છે. વળી કુલ કેસ 14,57,593 સુધી પહોંચી ગયા છે.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘અમે ઘણુ કરી શકીએ છીએ. અમે તમામ સંબંધોને તોડી શકીએ. કેટલાક અઠવાડિયાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ચીન વિરુદ્ધ કાર્યવાહી કરવાનું દબાણ વધી રહ્યું છે. યુ.એસ. કોંગ્રેસનાં સભ્યો અને ત્યાંના બુદ્ધિજીવોનું કહેવું છે કે ચીનની બેદરકારીને કારણે વુહાનથી દુનિયામાં કોરોના વાયરસ ફેલાયો છે. એક સવાલના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું અત્યારે ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવા માંગતો નથી. જો કે તેમનો જિનપિંગ સાથે સારો સંબંધ છે. ટ્રમ્પે કહ્યું કે ચીને તેમને નિરાશ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.