Not Set/ કાશ્મીર પર PAK રાજદૂતના નિવેદન પર ભડક્યા અફઘાનિસ્તાનના રાજદૂત, આવો આપ્યો જવાબ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ખરાબ રીતે ડૂબી ગયું છે. થોડા દિવસો પહેલા અમેરિકામાં પાકિસ્તાની રાજદૂતે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કાશ્મીરના તણાવને અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયા સાથે જોડ્યો હતો.તેમના નિવેદનથી યુએસમાં અફઘાનિસ્તાનની રાજદૂત ભડક્યા હતા. તેમણે પાકિસ્તાની રાજદૂતના નિવેદનની નિંદા કરી છે અને તેને બેદરકારી, અન્યાયી અને બેજવાબદાર ગણાવી છે. પાકિસ્તાની રાજદૂતે એક […]

Top Stories World
aaay 2 કાશ્મીર પર PAK રાજદૂતના નિવેદન પર ભડક્યા અફઘાનિસ્તાનના રાજદૂત, આવો આપ્યો જવાબ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ખરાબ રીતે ડૂબી ગયું છે. થોડા દિવસો પહેલા અમેરિકામાં પાકિસ્તાની રાજદૂતે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કાશ્મીરના તણાવને અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયા સાથે જોડ્યો હતો.તેમના નિવેદનથી યુએસમાં અફઘાનિસ્તાનની રાજદૂત ભડક્યા હતા. તેમણે પાકિસ્તાની રાજદૂતના નિવેદનની નિંદા કરી છે અને તેને બેદરકારી, અન્યાયી અને બેજવાબદાર ગણાવી છે. પાકિસ્તાની રાજદૂતે એક નિવેદનમાં કહ્યું છે કે કાશ્મીરમાં હાલના તણાવની અસર અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયાને અસર કરી શકે છે.

afgan-embassy_081919085927.jpg

“ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન, યુ.એસ. માં પાકિસ્તાની રાજદૂત અસદ મજીદ ખાનના નિવેદનની સખત નિંદા કરી છે કે કાશ્મીરમાં ચાલી રહેલા તણાવની અસર અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયા પર પડી શકે છે.” નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “કાશ્મીરના તણાવને અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયા સાથે જોડનારા આવી કોઈ પણ ટિપ્પણી બેજવાબદાર નથી.”

તેમણે કહ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય બાબત છે. રહમાનીએ કહ્યું કે અફઘાનિસ્તાનને લાગે છે કે પાકિસ્તાન ઇરાદાપૂર્વક તેમના દેશને કાશ્મીર મુદ્દા સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તે અફઘાનિસ્તાનમાં હિંસાને લંબાવવાનો પ્રયાસ છે.

તેમણે કહ્યું, “આ પાકિસ્તાનની હાસ્યાસ્પદ દલીલ છે જેથી તે તાલિબાન વિરુદ્ધ કોઈ પગલા ન લેવાનું બહાનું મળી શકે”. રહમાનીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાનને અફઘાનિસ્તાન તરફથી કોઈ ખતરો નથી. પાકિસ્તાને પશ્ચિમ સરહદે મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કરવાની જરૂર છે તે સાબિત કરવા માટે કોઈ કારણ નથી. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સરકારના જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય અંગે પાકિસ્તાન નારાજ છે. પાકિસ્તાને યુએનએસસી પાસે પણ આ મામલો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં તેને નિરાશા હાથ લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.