America Crime/ અમેરિકા : શિકાગો નજીક 8 લોકોની ગોળી મારી હત્યા,  પોલીસ સંકજામાં આવેલ આરોપી રોમિયો નાન્સીએ હેન્ડગન વડે કરી આત્મહત્યા

અમેરિકામાં વધુ એક ગોળીબારની ઘટના બની. શિકાગો નજીક બે વિસ્તારમાં જુદી-જુદી જગ્યાઓ પર ગોળીબારની ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા હોવાની વિગતો સામે આવી.

Top Stories World
WhatsApp Image 2024 01 23 at 12.05.36 અમેરિકા : શિકાગો નજીક 8 લોકોની ગોળી મારી હત્યા,  પોલીસ સંકજામાં આવેલ આરોપી રોમિયો નાન્સીએ હેન્ડગન વડે કરી આત્મહત્યા

અમેરિકામાં વધુ એક ગોળીબારની ઘટના બની. શિકાગો નજીક બે વિસ્તારમાં જુદી-જુદી જગ્યાઓ પર ગોળીબારની ઘટનામાં આછ લોકોના મૃત્યુ થયા હોવાની વિગતો સામે આવી. પોલીસે ઘટના સ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી દરમ્યાન શંકાસ્પદ શૂટરની ઓળખ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ શૂટર 23 વર્ષનો છે જેનું નામ રોમિયો નાન્સી છે. ગુનાની તપાસ દરમ્યાન પોલીસના સંકજામાં આવેલ આરોપીએ ધરપકડના ડરે આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.

હેન્ડગનથી પોતના પર જ ચલાવી ગોળી

સોમવારે રાત્રે શિકાગોના જોલિએટમાં બે જુદા-જુદા સ્થાનો પર કુલ સાત લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને સ્થાનો પર થયેલ મૃતકો એક જ પરિવારના છે. એક જ પરિવારના સાત લોકોને સોમવારે રાતે ગોળી મારી હત્યા કરી શૂટર ફરાર થઈ ગયો હતો. પોલીસે આ શૂટરની ઓળખ કરી છે. 23 વર્ષીય રોમિયો નાન્સ નામના શખ્સે એક જ પરિવારના સાત લોકોને ગોળી મારી હત્યા કરી. પોલીસે આ ગુનામાં આરોપી રોમિયોની ઓળખ થયા બાદ તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. સાથે આ શૂટર અંગેની કોઈપણ માહિતી હોય તો 911 પર કોલ કરવાની જાહેરાત કરી હતી. જેના બાદ પોલીસને શૂટરને પકડવું સરળ બન્યું. પોલીસને માહિતી મળી કે શૂટર રોમિયો નાન્સ ટેક્સાસ પાસે જોવા મળ્યો છે. ત્યારે અધિકારીઓ દ્વારા તત્કાલ તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. જ્યાં પોલીસના સંકજામાં આવી ગયેલ આરોપી રોમિયો નાન્સે હેન્ડગન વડે પોતાના પર જ બંદૂક તાકી જીવ લીધો.

ગોળીબારની 2 ઘટના, 8 લોકોના મૃત્યુ

એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ સ્થાનિક માણસો દ્વારા ફોન આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે બ્લોક ડેવિસ સ્ટ્રીટમાં બે લોકોને ગોળી મારવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં પંહોચી તો જોયું કે 42 વર્ષીય વ્યક્તિને પગમાં ગોળી વાગી હતી જ્યારે 28 વર્ષીય યુવાન ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યો. દરમ્યાન પોલીસને જાણવા મળ્યું કે તેમના સંબંધી પણ આ વિસ્તારમાં જ રહે છે. પોલીસ આ સંબંધીને ત્યાં પંહોચી તો ઘરની બહાર લોહી હતું. અધિકારીઓએ ઘરનો દરવાજો ખોલ્યો તો અંદર વધુ પાંચ લોકો હતા જેમને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનામાં 28 વર્ષીય યુવાન કે જેનું નામ તોયોસી હતુ તેના માથામાંથી ગોળી વાગવાના કારણે લોહી નીકળતું હતું. તોયોસીને હોસ્પિટલ લઈ જવાયો. પરંતુ ગંભીર ઇજાને પગલે તેનું સારવાર પહેલા જ મૃત્યુ થતા મૃત્યુ આંક 8 થયો. શિકાગો નજીક વિસ્તારમાં ગોળીબારની ઘટનામાં કુલ 8 લોકોના મૃત્યુ થયા. ઘટનાની તપાસ કરતા પોલીસે શૂટર રોમિયો નાન્સીની ઓળખ કરી. આરોપીને પકડવા પોલીસે તાત્કાલિક હાથ ધરેલ તપાસમાં સફળતા મળી. ગુનો બન્યાના ટૂંક સમયમાં એક જ પરિવારના લોકોને ગોળી મારનાર આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી. જો કે પોલીસ સંકજામાં આવી જવાનું માલૂમ પડતા આરોપીએ જાતે જ હેન્ડગનથી પોતાના પર ગોળી ચલાવી આત્મહત્યા કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Ayodhya Ram Mandir Pran Pratishtha/‘હમારે રામ આયે હૈ’,ટીવીના રામ-સીતાએ દર્શકોને આપી ખાસ ભેટ… અયોધ્યામાં કરાયું શૂટ 

આ પણ વાંચો:Kangana Ranaut/કંગના રનૌત પહોંચી અયોધ્યા, રામલલાના અભિષેક પહેલા રામભદ્રાચાર્યને મળી