America/ કોરોના સંકટ : રાષ્ટ્રપતિ પદ છોડતા પહેલા ટ્રમ્પે અમેરિકી નાગરિકોને આપી આ ખાસ ભેટ

એક સપ્તાહનાં વિલંબ અને ચારે તરફથી દબાણ બાદ ટ્રમ્પે આ પગલું ભર્યું છે. કોરોના વાયરસ મહામારીથી ઝડપી લડત અને રાહત આપનાર આ પેકેજ એક ભારે ખર્ચનાં બિલનો એક ભાગ છે. જેના પર ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

Top Stories World
a 410 કોરોના સંકટ : રાષ્ટ્રપતિ પદ છોડતા પહેલા ટ્રમ્પે અમેરિકી નાગરિકોને આપી આ ખાસ ભેટ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે 900 અબજ ડોલરનાં COVID-19 રાહત બિલ પર હસ્તાક્ષર કર્યા. વ્હાઇટ હાઉસ તરફથી આ વાતની પુષ્ટી થઇ છે. આ બિલ એવા લોકોને મદદ કરશે કે જેમણે અમેરિકામાં કોરોના વાયરસને કારણે નોકરી ગુમાવી હતી.

એક સપ્તાહનાં વિલંબ અને ચારે તરફથી દબાણ બાદ ટ્રમ્પે આ પગલું ભર્યું છે. કોરોના વાયરસ મહામારીથી ઝડપી લડત અને રાહત આપનાર આ પેકેજ એક ભારે ખર્ચનાં બિલનો એક ભાગ છે. જેના પર ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ રકમનો ઉપયોગ કોરોના વાયરસ મહામારી દરમિયાન ખરાબ રીતે પ્રભાવિત થયેલા વેપારીઓ અને જરૂરિયાતવાળાઓની મદદ તથા રસી ઉપલબ્ધ કરાવવા માટે થશે. જેનાથી અમેરિકી નાગરિકો અને વેપારીઓને તત્કાળ મદદ મળશે. પેકેજ અંતર્ગત સૌથી વધુ પ્રભાવિત થનારા વેપાર, શાળાઓ અને સ્વાસ્થ્ય સેવાઓને પણ મદદ કરાશે. આ અગાઉ નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને પેકેજ પર સહી કરવા માટે ટ્રમ્પ પર દબાણ સર્જ્યુ હતું. તેમણે ચેતવણી આપી હતી કે જો આ પેકેજ પર સહી ન થઈ તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.

વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના ચેપના 8 કરોડથી વધુ કેસ નોંધાયા છે અને વાયરસના કારણે 17.57 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. યુ.એસ.માં સૌથી વધુ 1.89 કરોડ કોવીડ -19 કેસ નોંધાયા છે. તે જ સમયે, ત્રણ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

આપને  જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા થયુ છે. અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ મોત અને કેસ સામે આવ્યા છે. એવામાં આ $900 બિલિયનનુ રાહત પેકેજ લોકો માટે રિલીફ આપશે. બેરોજગારો અને જરૂરિયાતમંદોની મદદ માટે અમેરિકામાં આ બિલ કાઢવામાં આવ્યુ હતુ.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…