UFO/ પ્રખ્યાત જાદુગરે એલિયન્સના પૃથ્વી સાથે સંપર્કમાં હોવાનો કર્યો દાવો

વોનએ મને કહ્યું કે તમારુ અનુમાન એકદમ સાચું છે.  ખરેખર આ ટુકડો આપણી પૃથ્વીનો નથી. આ તે યુએફઓનો એક ભાગ છે જે આપણી ધરતી પર તૂટી ગયો છે.

World Trending
જામનગર મંદિર 13 પ્રખ્યાત જાદુગરે એલિયન્સના પૃથ્વી સાથે સંપર્કમાં હોવાનો કર્યો દાવો

અમેરિકામાં છેલ્લા થોડા સમયથી એલિયન્સને લઇ હલચલ તીવ્ર બની છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ યુ.એફ.ઓ.ના અસ્તિત્વની તાજેતરમાં ચર્ચા કરી ચુક્યા છે. હવે બ્રિટિશ-ઇઝરાઇલી જાદુગર યુરી ઝેલર કહે છે કે પૃથ્વી છેલ્લા 50 વર્ષથી એલિયન્સ સાથે સંપર્કમાં છે. વર્ષ 1974 માં, યુરીને નાસા બોલાવવામાં આવ્યો. હકીકતમાં, યુએસની ગુપ્તચર એજન્સી સીઆઈએના અધિકારીઓ યુરીની મન-નિયંત્રણ શક્તિઓથી પ્રભાવિત થયા હતા. આ પછી જ તેને મેરીલેન્ડમાં નાસા બેઝ પર બોલાવવામાં આવ્યો. યુરીએ કહ્યું કે તેણે ત્યાં જે જોયું તેનાથી તેને ખાતરી છે કે એલિયન્સ અસ્તિત્વમાં છે.

જામનગર મંદિર 11 પ્રખ્યાત જાદુગરે એલિયન્સના પૃથ્વી સાથે સંપર્કમાં હોવાનો કર્યો દાવો

યુરીએ કહ્યું, ‘મને ત્યાં હાજર ઇજનેર વર્નર વોન બ્રૌન દ્વારા મેટલનો ટુકડો બતાવવામાં આવ્યો. મેં તેને સ્પર્શ્યું અને મને સમજાયું કે તે આપણી ધરતી જેવું લાગતું નથી. હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો અને મેં વૌનને તેના વિશે પૂછપરછ પણ કરી. મેં આ ઇજનેરને પૂછ્યું કે આ કેવો ટુકડો છે. તે આપણા ગ્રહ જેવો નથી લાગતો. આના પર વોનએ મને કહ્યું કે તમારુ અનુમાન એકદમ સાચું છે.  ખરેખર આ ટુકડો આપણી પૃથ્વીનો નથી. આ તે યુએફઓનો એક ભાગ છે જે આપણી ધરતી પર તૂટી ગયો છે.

જામનગર મંદિર 12 પ્રખ્યાત જાદુગરે એલિયન્સના પૃથ્વી સાથે સંપર્કમાં હોવાનો કર્યો દાવો

આ સિવાય યુરીએ નાસાના બેસમાં રાખેલા ફ્રીઝ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે આ ફ્રીઝમાં રાખેલી સામગ્રી જોઇને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેમણે કહ્યું કે ફ્રીજમાં રાખેલી વસ્તુઓનું હું વર્ણન કરી શકું તેમ નથી. કારણ કે મેં જાહેર ન કરવાના દસ્તાવેજો પર સહી કરી છે. તેમણે આગળ કહ્યું પણ હું તમને આટલું કહી શકું છું કે અમે તેના સંપર્કમાં છીએ. અમે એલિયન્સ સાથે સંપર્કમાં છીએ અને આ નવું નથી. અમે લગભગ પાંચ દાયકાથી તેમના સંપર્કમાં રહીએ છીએ.

નોંધપાત્ર વાત એ છે કે જાદુગર તરીકે યુરી ઝેલરે ઘણી લોકપ્રિયતા મેળવી છે. તે પોતાના લાઈવ શો દરમિયાન ચમચીઓને વાળી દેતા હતા. મનોરંજક તરીકેની તેની કારકીર્દિ ચાર દાયકા સુધી ચાલી હતી. જોકે, થોડા વર્ષો પહેલા યુરીના મેનેજર યશા કટ્ટ્સે કહ્યું હતું કે યુરીની બધી રજૂઆત સ્ટેજ યુક્તિઓ છે અને તે ઘણી ખાસ તકનીકોની મદદથી આ યુક્તિઓ કરી લોકોને આશ્ચર્યચકિત કરતો હતો.