અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના મેજર જનરલ કાસિમ સુલેમાનીની હત્યાના નિર્ણયની સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેમની આ કાર્યવાહી યુદ્ધ અટકાવવાનું છે અને શરૂઆત નહીં કરવા માટે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “અમેરિકાએ શુક્રવારે ઈરાનના સુલેમાની વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવા નહીં, યુદ્ધની સમાપ્તિ માટે કાર્યવાહી કરી.”
US President Donald Trump: We took action last night to stop a war, not to start a war. I've deep respect for Iranian people. We do not seek regime change, however Iranian regime's aggression in the region including use of proxy fighters to destabilise its neighbours must end now pic.twitter.com/EBSoKcu9mF
— ANI (@ANI) January 3, 2020
તેમણે ચેતવણી આપી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ તેના નાગરિકોની સલામતી પ્રત્યે સજાગ છે અને ઈરાન જો કોઈ નાગરિકને નુકસાન પહોંચાડે તો જે પગલું ભરે છે તેના માટે તે તૈયાર રહે.
અમેરિકી રાષ્ટ્રપતિએ સુલેમાની પર ભયાનક હુમલાઓની યોજના બનાવી હોવાનો આરોપ લગાવ્યો. જો કે, તેમણે કથિત કાવતરા અંગે વિસ્તૃત વિગતો આપી નથી. તેમણે કહ્યું, “અમે સુલેમાનીની યોજના બનાવવામાં સામેલગીરી પકડી પાડી હતી અને તેનો અંત લાવી દીધો.”
US President Donald Trump: He was plotting attacks on US diplomats and military personnel, but we caught him in the act and terminated him. https://t.co/VmX1WO9UPC
— ANI (@ANI) January 3, 2020
નોંધપાત્ર વાત એ છે કે બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક યુએસના રોકેટ હુમલામાં ક્રાંતિકારક ગાર્ડ કોર્પ્સના મેજર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ મધ્ય પૂર્વી દેશોમાં તણાવ વધ્યો છે.
બીજી તરફ, બગદાદમાં યુએસના હવાઇ હુમલામાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કુડ્સ ફોર્સ ચીફ કાસિમ સુલેમાનીના મૃત્યુ બાદ ઈરાને ડેપ્યુટી ચીફ ઇસ્માઇલ ક્યાનીની નવા કમાન્ડર તરીકે ઘોષણા કરી છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખમાનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, મહાન કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની શહાદત પછી, હું બ્રિગેડિયર જનરલ ઇસ્માઇલ કૈયાનીને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કુડ્સ ફોર્સના કમાન્ડર તરીકે નિમણૂક કરું છું. આ બાબતને વેબસાઇટ પર શેર કરવામાં આવી છે. તેમણે કહ્યું, “મેં સૈન્યના સભ્યોને મળીને જનરલ કાયની સાથે સહયોગની અપીલ કરી છે.”
