US Snow Storm/ બરફના તોફાને અમેરિકામાં તબાહી મચાવી, 2900થી વધુ ફ્લાઈટ્સ રદ; અત્યાર સુધીમાં ચાર લોકોના મોત

આર્કટિકથી આવતા ઘાતક ઠંડા પવનોને કારણે અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. બરફના તોફાનના કારણે દેશના જુદા જુદા ભાગોમાં ચાર લોકોના મોત થયા છે.

World
YouTube Thumbnail 2024 01 16T204921.920 બરફના તોફાને અમેરિકામાં તબાહી મચાવી, 2900થી વધુ ફ્લાઈટ્સ રદ; અત્યાર સુધીમાં ચાર લોકોના મોત

આર્કટિકથી આવતા ઘાતક ઠંડા પવનોને કારણે અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. બરફના તોફાનના કારણે દેશના જુદા જુદા ભાગોમાં ચાર લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે ખરાબ હવામાનના કારણે સોમવારે 2900થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. આ સાથે દેશના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

આર્કટિકથી આવતા ઘાતક ઠંડા પવનોને કારણે અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. બરફના તોફાનના કારણે દેશના જુદા જુદા ભાગોમાં ચાર લોકોના મોત થયા છે.

YouTube Thumbnail 2024 01 16T205024.943 બરફના તોફાને અમેરિકામાં તબાહી મચાવી, 2900થી વધુ ફ્લાઈટ્સ રદ; અત્યાર સુધીમાં ચાર લોકોના મોત

બરફના તોફાનના કારણે 2900થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી છે

તમને જણાવી દઈએ કે ખરાબ હવામાનના કારણે સોમવારે 2900થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. આ સાથે દેશના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને નેશનલ ફૂટબોલ લીગ (NFL) પણ મોકૂફ રાખવી પડી છે.

માઇનસમાં તાપમાન નોંધાઇ રહ્યું છે

મેરીલેન્ડના નેશનલ વેધર સર્વિસના હવામાનશાસ્ત્રી જેક ટેલરે જણાવ્યું હતું કે ઉત્તરી અને ઉત્તરપૂર્વીય મોન્ટાનામાં રવિવારે સવારે તાપમાન -6.7 ડિગ્રી સેલ્સિયસ અને -40 ડિગ્રી સેલ્સિયસ હતું.

YouTube Thumbnail 2024 01 16T205050.926 બરફના તોફાને અમેરિકામાં તબાહી મચાવી, 2900થી વધુ ફ્લાઈટ્સ રદ; અત્યાર સુધીમાં ચાર લોકોના મોત

વોશિંગ્ટનમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે

ઘણા શહેરોમાં બરફના તોફાન અને ભારે હિમવર્ષાની આશંકા વ્યક્ત કરતાં ટેલરે લોકોને ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી હતી. ટેલરે આગામી બે દિવસમાં દેશની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

ઘણા શહેરોમાં શાળાઓ બંધ

ખરાબ હવામાનને કારણે શિકાગો, પોર્ટલેન્ડ, ડેનવર, ડલાસ જેવા શહેરોમાં શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટેક્સાસમાં રેકોર્ડ નીચા તાપમાનને લીધે, રાજ્યની પાવર યુટિલિટીએ ગ્રાહકોને ઉર્જા બચાવવા વિનંતી કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા/PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા

આ પણ વાંચો:ayodhya ram mandir/‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ

આ પણ વાંચો:stray cattle/ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત્, ઘટના સ્થળે યુવકનું મોત