America/ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ‘ટ્રમ્પ પ્લાઝા’ ઈમારતને ડાયનેમાઈટની મદદથી ધરાશયી કરાઈ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એટલાન્ટિક શહેરમાં આવેલી 34 માળની ઈમારતને ડાયનેમાઈટની મદદથી ધરાશયી કરી દેવામાં આવી છે.

World
punjab 9 પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની 'ટ્રમ્પ પ્લાઝા' ઈમારતને ડાયનેમાઈટની મદદથી ધરાશયી કરાઈ
  • અમેરિકામાં ટ્રમ્પની ઈમરતને ધ્વસ્ત કરાઈ
  • 34 માળની ઈમારતને ડાયનેમાઈટની મદદથી ધ્વસ્ત કરાઈ
  • જર્જરિત ઈમારતને તંત્ર દ્વારા તોડી પડાઈ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એટલાન્ટિક શહેરમાં આવેલી 34 માળની ઈમારતને ડાયનેમાઈટની મદદથી ધરાશયી કરી દેવામાં આવી છે. ટ્રમ્પ પ્લાઝા નામની ઈમારત કેસિનો માટે જાણીતી હતી.તેને ઉડાવવા માટે 3000 ડાયનેમાઈટનો ઉપયોગ કરાયો હતો.

આ ઈમારત ધરાશયી થતી જોઈ શકાય તે માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રમ્પ પ્લાઝા 1984માં ખોલવામાં આવ્યો હતો અને 2014માં તેને તાળા મારી દેવાયા હતા.સંખ્યાબંધ વાવાઝોડાના કારણે ઈમારતનો બહારનો હિસ્સો જર્જરિત થઈ ચુક્યો હતો.જેના પગલે ગયા વર્ષે શહેરના મેયરે બિલ્ડિંગને પાડી દેવા માટે આદેશ આપ્યો હતો.એ પછી ગઈકાલે આ ઈમારતને ધ્વસ્ત કરી દેવાઈ હતી અને તે જોવા માટે સેંકડો લોકો ઉમટ્યા હતા.