Hollywood/ RAW માં લેસી ઇવાન્સનો ખુલાસો, WWE નાં 71 વર્ષિય રેસલર રિક ફ્લેયર બનવાનાં છે પિતા!

WWE નાં રેસેલેરે 71 વર્ષિય રિક ફ્લેયરે એક ચોંકાવનારો ખુલાસા કર્યો છે. લેસી ઇવાન્સ અને રિક ફ્લેયરની મિત્રતા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે….

Trending
PICTURE 4 281 RAW માં લેસી ઇવાન્સનો ખુલાસો, WWE નાં 71 વર્ષિય રેસલર રિક ફ્લેયર બનવાનાં છે પિતા!

WWE નાં રેસેલેરે 71 વર્ષિય રિક ફ્લેયરે એક ચોંકાવનારો ખુલાસા કર્યો છે. લેસી ઇવાન્સ અને રિક ફ્લેયરની મિત્રતા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. લેસી અને રિક મળીને રિંગમાં આવે છે. રિક ફ્લેયર અને લેસીનાં કારણે રિકની દિકરી શાર્લટ ફ્લેયરની ફાઇટ ઘણીવાર બગડી ચુકી છે. પરંતુ આ સમયે WWE RAW માં જ્યારે શાર્લટ ફ્લેયર રેસલર સાથે લડી રહી હતી, ત્યારે રિક ફ્લેયર અને લેસી ઇવાન્સ આવ્યા અને લેસીએ ખુલાસો કર્યો કે શાર્લટનાં હોશ ઉડી ગયા. લેસી ઇવાન્સે જણાવ્યું કે તે ગર્ભવતી છે.

PICTURE 4 280 RAW માં લેસી ઇવાન્સનો ખુલાસો, WWE નાં 71 વર્ષિય રેસલર રિક ફ્લેયર બનવાનાં છે પિતા!

WhatsApp / વોટ્સએપની નવી ગોપનીયતા નીતિનો વિવાદ…શું થઇ શકે તમારા પર અસર?

WWE RAW ની ટેગ ટીમ મેચ હતી. જેમાં લેસી ઇવાન્સ પેટી રોયસ સાથે ટીમ બનાવી હતી અને તેમનો મુકાબલો આસુકા અને શાર્લટ ફ્લેયર સાથે હતો. મેચ શરૂ થતા જ લેસી ઇવાન્સે પોતાને ફાઇટથી દૂર કરી દીધી અને ત્યારે પીટનને એકલા હાથે લડવું પડ્યું. આટલું જ નહીં લેસી ઇવાન્સે કહ્યું કે, તે ગર્ભવતી હોવાને કારણે તે રેસલિંગ કરી શકતી નથી. ત્યા હાજર દરેક વ્યક્તિ તેના શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયા. રિચ ફ્લેયરની પુત્રી શાર્લટ પણ આશ્ચર્યચકિત થઇ ગઇ હતી.

Photos: મહિલા પંડિતે કરાવ્યા દીયા મિર્ઝા અને વૈભવના લગ્ન, કન્યાદાન અને વિદાઈ જેવા રિવાજોને રાખ્યા બાકાત

જો કે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, રિક ફ્લેયરને તેના બેબીનાં પિતા કહેવું એ ફક્ત એક સ્ટોરીલાઇન હોઈ શકે છે. લેસી ઇવાન્સ પરિણીત છે અને તેના પતિ અલ્ફોન્સો એસ્ટ્રેલા કેડલેક છે. અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, અલ્ફોન્સો જ લેસીનાં બેબીનો પિતા છે.

PICTURE 4 282 RAW માં લેસી ઇવાન્સનો ખુલાસો, WWE નાં 71 વર્ષિય રેસલર રિક ફ્લેયર બનવાનાં છે પિતા!

રેસલિંગને વધુ સનસનીખેજ બનાવવા માટે ક્યારેક આ રીતે સ્ટોરીલાઇન તૈયાર કરવામાં આવતી હોય છે. જો કે, થોડા દિવસોમાં WWE RAW માં સત્ય સામે આવી જ જશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ