Not Set/ અમેરીકાએ ફરી પાકિસ્તાનને ચેતવણી આપી, LoC પર ઘુસણખોરોની મદદ ન કરે

અમેરીકાએ ફરી પાકિસ્તાનને ચેતવણી આપી છે. એમરીકાએ પાકિસ્તાનને કહયુ છે કે LoC પર ઘુસણખોરોની મદદ કરવાને બદલે હવે આતંકવાદીઓ પર કાર્યવાહી કરો. આ નિવેદનથી એક રીતે જોઇએ તો 370 હટાવવા માટે ભારત સરકારના નિર્ણયને એક રીતે સમર્થન મળ્યું છે. અમેરિકાએ પાકને ફરી ચેતવણી આપતા કહ્યું છે છે કે તે પોતાની જમીન પર ઉછરી રહેલા આતંકવાદીઓ […]

Top Stories World
America 2015 અમેરીકાએ ફરી પાકિસ્તાનને ચેતવણી આપી, LoC પર ઘુસણખોરોની મદદ ન કરે

અમેરીકાએ ફરી પાકિસ્તાનને ચેતવણી આપી છે. એમરીકાએ પાકિસ્તાનને કહયુ છે કે LoC પર ઘુસણખોરોની મદદ કરવાને બદલે હવે આતંકવાદીઓ પર કાર્યવાહી કરો. આ નિવેદનથી એક રીતે જોઇએ તો 370 હટાવવા માટે ભારત સરકારના નિર્ણયને એક રીતે સમર્થન મળ્યું છે. અમેરિકાએ પાકને ફરી ચેતવણી આપતા કહ્યું છે છે કે તે પોતાની જમીન પર ઉછરી રહેલા આતંકવાદીઓ અને આતંકી જુથોની વિરુદ્ધ કાર્યવાહી કરે અને નિયંત્રણ રેખા પર ધુસણખોરોની મદદ કરવાનું છોડી દે.  અમેરિકા અગાઉ પણ ઘણી વખત આ વાત કહી ચૂક્યુ છે. અમેરિકનની ફોરેન અફેર્સ કમેટી અને સીનેટ ફોરેન રિલેશન કમેટીએ એક સંયુક્ત નિવેદનમાં આ વાત કહી છે.

imran trump અમેરીકાએ ફરી પાકિસ્તાનને ચેતવણી આપી, LoC પર ઘુસણખોરોની મદદ ન કરે

જો કે એક નિવેદનમાં ભારતને પણ કહેવામાં આવ્યું કે લોકતંત્રમાં પારદર્શિતા અને રાજકીય સહકાર મહત્વનો છે. ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં આ વાતોનું ધ્યાન રાખશે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. આ કારણે તેની જવાબદારી થઈ જાય છે કે તમામ નાગરિકોને પ્રાથમિકતા મળે અને તેમના અધિકારોની રક્ષા થાય.

o INDIA AMERICA FLAG facebook અમેરીકાએ ફરી પાકિસ્તાનને ચેતવણી આપી, LoC પર ઘુસણખોરોની મદદ ન કરે

જ્યાર થી 370 હટાવવા માટે ભારત સરકારે નિર્ણય લીધો છે. ત્યારથી પાકિસ્તાનમાં ડર સર્જોયો છે. આ કારણે પાક વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે તેના બ્રિટિશ સમકક્ષ બોરિસ જોનસન અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન સાથે વાત કરી. બંને નેતાઓ સાથે ચર્ચાનો મુખ્ય મુદ્દો અનુચ્છેદ 370ને હટાવવા અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરવાનો હતો.

265760 imran trump અમેરીકાએ ફરી પાકિસ્તાનને ચેતવણી આપી, LoC પર ઘુસણખોરોની મદદ ન કરે

ભારતના ઔતિહાસિક પગલા બાદ ઈમરાને વિશ્વભરના નેતાઓ સાથે સંપર્ક કર્યો છે. સોમવારે ઇમરાન ખાને મલેશિયાના વડાપ્રધાન મહાતિર મુહમ્મદ અને તુર્કીના રાષ્ટ્રપતિ રીસેપ તાયિપ અર્દોઆન સાથે પણ આ મામલે વાત કરી હોવાનું સામે આવી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.