NRI/ ‘અમેરિકન રાજકારણમાં ભારતીય મૂળના નાગરિકો બનાવી રહ્યા છે પોતાનો દબદબો…

જેનિફર રાજકુમાર (38) એ ન્યૂ યોર્ક રાજ્ય વિધાનસભા માટે ચૂંટાયેલી પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા છે અને કોઈપણ રાજ્યની વિધાનસભા માટે ચૂંટાયેલી પ્રથમ ભારતીય મુળની અમેરિકન મહિલા છે.

Top Stories World
melania 13 'અમેરિકન રાજકારણમાં ભારતીય મૂળના નાગરિકો બનાવી રહ્યા છે પોતાનો દબદબો...

બે અમેરિકન ધારાસભ્યોએ રાજ્યની વિધાનસભામાં ચૂંટાઇને ઇતિહાસ રચ્યો છે. તેમનું કહેવું છે કે ભારતીય સમુદાયના ઉમેદવારો અમેરિકન રાજકારણમાં દબદબો બનાવી રહ્યા છે. અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે હજુ પણ વધુ મૂળ ભારતીય અમેરિકન નાગરિકો આગામી વર્ષોમાં ચૂંટણી લડશે અને જીતશે.

જેનિફર રાજકુમાર (38) એ ન્યૂ યોર્ક રાજ્ય વિધાનસભા માટે ચૂંટાયેલી પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા છે અને કોઈપણ રાજ્યની વિધાનસભા માટે ચૂંટાયેલી પ્રથમ ભારતીય મુળની અમેરિકન મહિલા છે.

તેમણે કહ્યું, ‘ઘણા સમય પછી અમારા સમુદાયે આ કર્યું છે અને મને ખબર છે કે હું આ બધું કરવા વળી છેલ્લી મહિલા નથી ન્યૂયોર્કના ક્વીન્સ વિસ્તારના ડેમોક્રેટિક પાર્ટીના રાજકુમાર 66 66 ટકા મતથી જીત્યા હતા.

સ્ટેનફોર્ડ લો સ્કૂલમાંથી સ્નાતક થયેલા જેનીફર રાજકુમાર અગાઉ ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રુ ક્યોમો સાથે કામ કરી ચૂક્યા છે. ત્યાં તેમણે  3.1 મિલિયન ડોલરના પ્રોગ્રામની રૂપરેખા આપી કે જે સુનિશ્ચિત કરે છે કે કાયદા સુધી પ્રવેશ ન ધરાવતા રાજ્યના ઇમિગ્રન્ટ્સને પ્રતિનિધિત્વ મળે. તેણે કહ્યું, ‘આજે  મને ખૂબ ગર્વ થયો.’

રિપબ્લિકન પાર્ટીના નીરજ એન્ટોની પણ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે જે ઓહિયો સ્ટેટ સેનેટ માટે ચૂંટાયા છે. તેમણે કહ્યું કે 3 નવેમ્બરના રોજ તેમને ઓહિયોના ઇતિહાસમાં ભારતીય મૂળના પ્રથમ સેનેટર બનવાની તક મળી. તે ખરેખર એક ખાસ પ્રસંગ છે. ભારતીય અમેરિકન ઉમેદવારો અનેક અવરોધોને પાર કરી રહ્યા છે અને ચૂંટણી જીતી રહ્યા છે. મને તેનો ભાગ બનવાની વિશેષ તક મળી.’

એન્ટનીએ ચૂંટણી પછી ભારતીય ડાયસ્પોરા એનજીઓ ‘ઇન્ડિયાસ્પોરા’ દ્વારા હાથ ધરવામાં આવેલા ડિજિટલ રાજકીય વિશ્લેષણ દરમિયાન આ વાત કહી હતી.