Not Set/ TMC ના આક્ષેપોની અસર, સ્વપ્ન દાસગુપ્તાએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું, BJPની ટિકિટ પરથી ચૂંટણીમાં ઝંપલાવશે

ભાજપની ટિકિટ પરથી બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનારા સ્વપ્ન દાસગુપ્તાને છેવટે રાજ્યસભાની સીટ પરથી રાજીનામું આપવું પડ્યું છે. તેઓ રાજ્યસભાના નોમિનેટેડ સભ્ય છે અને નિયમ અનુસાર તે કોઇ પાર્ટીમાં જોડાઇ શકે નહીં. ટીએમસીએ આને લઇને સવાલો ઉઠાવ્યા હતા. ટીએમસીએ નોંધાવેલા વિરોધ પછી સ્વપ્ન દાસગુપ્તાએ રાજ્યસભા સભાપતિ એમ.વેંકૈયા નાયડૂને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. હવે તેઓ પશ્ચિમ […]

Top Stories India
134285 ddcezndeuc 1578495342 TMC ના આક્ષેપોની અસર, સ્વપ્ન દાસગુપ્તાએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું, BJPની ટિકિટ પરથી ચૂંટણીમાં ઝંપલાવશે

ભાજપની ટિકિટ પરથી બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનારા સ્વપ્ન દાસગુપ્તાને છેવટે રાજ્યસભાની સીટ પરથી રાજીનામું આપવું પડ્યું છે. તેઓ રાજ્યસભાના નોમિનેટેડ સભ્ય છે અને નિયમ અનુસાર તે કોઇ પાર્ટીમાં જોડાઇ શકે નહીં. ટીએમસીએ આને લઇને સવાલો ઉઠાવ્યા હતા.

ટીએમસીએ નોંધાવેલા વિરોધ પછી સ્વપ્ન દાસગુપ્તાએ રાજ્યસભા સભાપતિ એમ.વેંકૈયા નાયડૂને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. હવે તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લડવા માટે ફ્રી થઇ ગયા છે. મહત્વનું છે કે તેઓ બંગાળના રાજકારણમાં મોટુ નામ છે અને હુગલી જિલ્લાના તારકેશ્વર વિધાનસભાની સીટથી ભાજપના ઉમેદવાર છે.

શું છે આખી બાબત

હકીકતમાં, ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ સ્વપ્ન દાસગુપ્તાની રાજ્યસભાની સદસ્યતા સમાપ્ત કરવાની માંગ કરી હતી. મોઇત્રાએ બંધારણની 10મી અનુસૂચીને ટાંકીને કહ્યું હતું કે કોઇપણ નામાંકિત રાજ્યસભા સાંસદ શપથ લીધાના 6 મહિના પછી કોઇ પાર્ટીમાં સામેલ થાય તો તેને અયોગ્ય જાહેર કરી શકાય છે. તેમને એપ્રિલ 2016માં શપથ લેવડાવ્યા હતા.