Not Set/ દિલ્હીમાં કોરોનાનાં વધતા કેસ વચ્ચે CM કેજરીવાલનો મોટો નિર્ણય, આવતા સોમવાર સુધી લંબાવ્યુ લોકડાઉન

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનાં કહેરને જોતા લોકડાઉન આગામી સોમવાર સુધી લંબાવી દેવામાં આવ્યું છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગેની જાહેરાત કરી છે.

Top Stories India
cartoon 16 દિલ્હીમાં કોરોનાનાં વધતા કેસ વચ્ચે CM કેજરીવાલનો મોટો નિર્ણય, આવતા સોમવાર સુધી લંબાવ્યુ લોકડાઉન

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનાં કહેરને જોતા લોકડાઉન આગામી સોમવાર સુધી લંબાવી દેવામાં આવ્યું છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગેની જાહેરાત કરી છે. પત્રકાર પરિષદને સંબોધિત કરતાં મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, કોરોના હજી પણ કહેર વરસાવી રહ્યો છે. આવતા સોમવારે સવારે પાંચ વાગ્યા સુધી દિલ્હીમાં લોકડાઉન લંબાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, લોકોનો મત પણ છે કે લોકડાઉન વધારવું જોઇએ, તેથી લોકડાઉન 1 અઠવાડિયા સુધી લંબાવાઈ રહ્યું છે.

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લોકડાઉન એ કોરોનાથી લડવા માટેનું છેલ્લું હથિયાર છે. જે રીતે કેસ વધી રહ્યા હતા. છેલ્લું શસ્ત્ર વાપરવું જરૂરી હતું. કોરોનાનું હજી પણ વિનાશક વલણ ચાલુ છે. તેથી, અમે રાજ્યમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. 3 મે નાં રોજ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર 36 ટકા પર પહોંચી ગયો છે. આ જ કારણ છે કે સરકારે લોકડાઉનનો સમયગાળો એક અઠવાડિયા સુધી વધારવામાં આવ્યો હતો. રવિવારે પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે એક પોર્ટલ શરૂ કર્યું છે જે ઓક્સિજન ઉત્પાદકો, સપ્લાયર્સ અને હોસ્પિટલો દ્વારા ઓક્સિજન સપ્લાયનાં વધુ સારા સંચાલન માટે દર બે કલાકે અપડેટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યની ટીમો સાથે મળીને કામ કરી રહી છે. આપને જણાવી દઇએ કે, દિલ્હીમાં લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. તબીબી વ્યવસ્થા અને ખાન-પાનની સેવાઓ પણ ચાલુ રહેશે. આ સમય દરમિયાન 50 લોકોની પરવાનગી સાથે લગ્ન કરાશે. આ તમામ લોકો માટે અલગ પાસ આપવામાં આવશે.

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લોકડાઉન દરમિયાન અમે જોયું કે પોઝિટિવિટી રેટ આશરે 36-37 ટકા પર પહોંચ્યો છે, અમે આજ-દિન સુધી દિલ્હીમાં આવા સંક્રમણનાં રેટ જોયા નથી. છેલ્લા એક-બે દિવસથી સંક્રમણ રેટમાં થોડો ઘટાડો થયો છે અને આજે તે 30 ટકા પર આવી ગયો છે. તેમણે કહ્યું કે, હવે દિલ્હીનો ઓક્સિજન ક્વોટા 480 થી વધીને 490 મેટ્રિક ટન થઈ ગયો છે. જો કે, આવશ્યકતા 700 મેટ્રિક ટન છે અને તે ફક્ત 330- 335 સુધી પહોંચી રહ્યો છે. કેટલાક બાબતોએ અમે નિષ્ફળ ગયા છીએ, પરંતુ કેટલીક બાબતોએ અમે ઓક્સિજન પહોંચાડવામાં પણ સફળ રહ્યા છીએ. વધુમાં કેજરીવાલે કહ્યું કે, તેઓ ઓક્સિજનનું સંચાલન પણ શરૂ કરી રહ્યા છે. એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જેમાં દર બે-બે કલાકે, મેન્યુફેક્ચરિંગથી લઈને હોસ્પિટલ સુધી, દરેકને અહીં પોતાની સ્થિતિ જણાવવી પડશે. હોસ્પિટલોએ કહેવું પડશે કે છેલ્લા 2 કલાકમાં કેટલો ઉપયોગ થયો હતો અને સપ્લાયરને કહેવું પડશે કે છેલ્લા 2 કલાકમાં કેટલું સપ્લાય થયું હતું. કેજરીવાલે કહ્યું કે આનાથી સરકારને જાણ થશે કે ક્યા ઘટાડો થવાનો છે અને કેવી રીતે તેને સુધારી શકાય. તેમણે કહ્યું કે, આગામી થોડા દિવસોમાં આ સમસ્યાનો અંત આવી જશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Untitled 42 દિલ્હીમાં કોરોનાનાં વધતા કેસ વચ્ચે CM કેજરીવાલનો મોટો નિર્ણય, આવતા સોમવાર સુધી લંબાવ્યુ લોકડાઉન