Sainik School/ મહેસાણામાં સૈનિક સ્કૂલનું ઉદઘાટન કરતા અમિત શાહ

મહેસાણાના બોરીયાવીમાં મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી સહિતના અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા.

Top Stories
Amit Shah મહેસાણામાં સૈનિક સ્કૂલનું ઉદઘાટન કરતા અમિત શાહ

મહેસાણાના બોરીયાવીમાં મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી Sainik School ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી સહિતના અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા.

લોકોને સંબોધતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં 100 નવી સૈનિક સ્કૂલ સ્થાપવાનો Sainik School સંકલ્પ હોવાની વાત કરી હતી. સાથે તેમણે મોતીભાઈ ચૌધરીના વ્યક્તિત્વની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે સૈનિક સ્કૂલથી દેશભક્તિના સંસ્કારનું સિંચન થશે. નરેન્દ્રભાઈ મોદી જળક્રાંતિ લાવ્યા હતા. નરેન્દ્રભાઈના પ્રયાસથી ઉત્તર ગુજરાતમાં જળક્રાંતિ આવી હતી. નર્મદા અને મહીસાગરનું પાણી નરેન્દ્ર મોદીના પ્રયાસથી પહોંચ્યું હતું.

Mehasana Sainik school મહેસાણામાં સૈનિક સ્કૂલનું ઉદઘાટન કરતા અમિત શાહ

અમિત શાહે કહ્યું હતું કે દૂધ સાગર ડેરી વિકાસના પંથે Sainik School આગળ વધી રહી છે. પશુપાલકોને ભાવ વધારો આપવાનું કામ થયુ. મિત શાહે મોતીભાઈ ચૌધરીની જન્મ શતાબ્દી ઉજવણી સારી રીતે કરવાના આયોજન માટે પણ અભિનંદન આપ્યા હતા. હું માણસામાં જન્મ્યો અને મોટો થયો છું. મોતી બાપાને કામ કરતા મે જોયા છે. માનસિંગ ભાઈના આકસ્મિક અવસાન બાદ Sainik School પછી કોણ એ પ્રશ્ન ઊભો થયો હતો. એ સમયે મોતી ભાઈએ શૂન્યાવકાશને પૂરવાનું કામ કર્યું હતું. મોતીભાઈએ 30 વર્ષ કોઈપણ વિવાદ વગર કામ કર્યુ છે.

શાહે કહ્યું કે મોતી બાપાની જન્મ શતાબ્દીએ આજે સૈનિક સ્કૂલનું ખાત મુહુર્ત કરાયુ છે છે. બાળકો દેશની રક્ષા માટે જીવન સમર્પિત કરશે. દેશમાં 100 સૈનિક સ્કૂલ સ્થાપવાનો સંકલ્પ કર્યો છે. આજે 20મી પીપીપી મોડલની સૈનિક સ્કૂલનું ભૂમિ પૂજન કર્યું છે.

 

આ પણ વાંચોઃ AMTS-Accident/ સરકારી વાહન બન્યા યમદૂત એએમટીએસે વૃદ્ધને કચડ્યા, બસચાલક ફરાર

આ પણ વાંચોઃ Mumbai-Ahmedabad Bullet Train Project/  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો વેગ , ગુજરાતમાં ત્રણ નદીઓ પર એક મહિનામાં બન્યા પુલ 

આ પણ વાંચોઃ Child Death/ પાટણમાં હસતારમતા બાળકને મળ્યું મોત

આ પણ વાંચોઃ Ban On Plastic Bags/ આ દેશમાં પાતળી પ્લાસ્ટિક બેગ પર પણ પ્રતિબંધ, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સરકારની કડક કાર્યવાહી

આ પણ વાંચોઃ Zhansi Fire/ ઝાંસીમાં બે શોરૂમમાં ભીષણ આગમાં ચારના મોત, 100થી વધુ વાહનો બળીને ખાખ