Gandhinagar News: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી રવિવારને 18મી ઓગસ્ટના રોજ, અમદાવાદ આવશે. અમિત શાહ ગાંધીનગર સંસદિય ક્ષેત્ર ઉપરાંત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ સંસદિય ક્ષેત્રમા 1000 કરોડના વિવિધ વિકાસલક્ષી અનેક કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરશે. 18 ઓગસ્ટના રોજ અમિત શાહ, 181 લોકોને સિટીઝન એમેડમેન્ટ એક્ટ અંતર્ગત ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરશે. સિંધુ ભવન રોડ પર નવો બનાવેલ ઓક્સિજન પાર્ક પ્રજાને અર્પણ કરશે. તો મકરબા ખાતે નવા બનાવેલા સ્વીમીગ પૂલનું પણ લોકાર્પણ કરશે.
ગૃહપ્રધાન અમિત શાહ, અમદાવાદ ખાતેની મુલાકાત દરમિયાન, ગાંધીનગર લોકસભામાં આવતા 21 અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં 4 વિકાસલક્ષી કાર્યોનું ખાતમહૂર્ત કરશે. વેજલપુર વિધાનસભામાં વિશાળ જાહેરસભાને સંબોધન પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગત 13મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં હતા. તેમણે અમદાવાદ સ્થિત વિશાળ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ તિરંગાયાત્રાને સંબોધન પણ કર્યું હતું.
ગુજરાતમાં વિકાસની અવિરત અને વણથંભી વણઝાર ચાલે છે તેને રાજ્યની ભાજપ સરકાર અને કેન્દ્રની એનડીએ સરકાર કોઈપણ રીતે રોકવા માંગતી નથી. તેઓ વિકાસને નવા જ સ્તરે લઈ જવા માંગે છે. તાજેતરમાં જ વંદે ભારત મેટ્રોનું ટ્રાયલ થયું. આ ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે દોડશે. આ પ્રકારે વંદે ભારત મેટ્રો દેશના દરેક રાજ્યોમાં શરૂ કરવામાં આવનારી છે. ગુજરાતથી તેનો પ્રારંભ થશે. તેથી જો તેઓ કદાચ આવતીકાલે વંદે ભારત મેટ્રોનું લોકાર્પણ કરે તો પણ આશ્ચર્ય નહીં થાય. આગામી ચૂંટણી પૂર્વે ભાજપનો વિકાસનો ટ્રેક રેકોર્ડ જાળવી રાખવા માટે અમિત શાહ આગામી સમયમાં અવિરત ગુજરાતની મુલાકાત લેતા રહેવાના છે.
આ પણ વાંચો: 151 લોકોને ભારતીય નાગરિકતા મળશે
આ પણ વાંચો: પીએમ મોદી પછી અમિત શાહ ગુજરાતમાં વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે
આ પણ વાંચો: મણિપુર મુદ્દે ચર્ચાથી કેમ ભાગે છે વિપક્ષઃ અમિત શાહ
