Manipur-Amit shah/ મણિપુર મુદ્દે ચર્ચાથી કેમ ભાગે છે વિપક્ષઃ અમિત શાહ

ણિપુર હિંસા મુદ્દે સંસદમાં Manipur-Amit shah કેન્દ્ર સરકાર અને વિપક્ષો સામસામે છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું, “હું ગૃહમાં આ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છું. હું વિપક્ષને આ મુદ્દા પર ચર્ચા કરવા દેવા વિનંતી કરું છું.

Top Stories India
Manipur Amitshah મણિપુર મુદ્દે ચર્ચાથી કેમ ભાગે છે વિપક્ષઃ અમિત શાહ

નવી દિલ્હી: મણિપુર હિંસા મુદ્દે સંસદમાં Manipur-Amit shah કેન્દ્ર સરકાર અને વિપક્ષો સામસામે છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું, “હું ગૃહમાં આ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છું. હું વિપક્ષને આ મુદ્દા પર ચર્ચા કરવા દેવા વિનંતી કરું છું. મહત્વપૂર્ણ છે કે દેશ આ સંવેદનશીલ મામલામાં સત્ય જાણવા માંગે છે. પરંતુ મને સમજાતું નથી કે વિપક્ષ આ મુદ્દે કેમ ભાગી રહ્યો છે.”
પરંતુ વિપક્ષ પોતાની માંગ પર અડગ છે, Manipur-Amit shah લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. આ પછી લોકસભાના અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. લોકસભાની કાર્યવાહી આવતીકાલે 25 જુલાઈએ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
સંરક્ષણ પ્રધાન અને લોકસભાના ઉપનેતા રાજનાથ સિંહે સંસદમાં મણિપુરના મુદ્દા પર મડાગાંઠને સમાપ્ત કરવાના પ્રયાસમાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાત કરી છે.
મોનસૂન સત્રના પહેલા દિવસથી જ વિપક્ષી પાર્ટીઓ Manipur-Amit shah  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિવેદન આપવા અને સંસદમાં મણિપુરના મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી રહી છે. આ મુદ્દે થયેલા હોબાળાને કારણે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ બે દિવસે બંને ગૃહોની કાર્યવાહી વારંવાર ખોરવાઈ હતી.

 

આ પણ વાંચોઃ Twitter Change/ ટ્વિટર બદલાયુઃ હવે ચકલીની જગ્યા દેખાય છે X

આ પણ વાંચોઃ PF Account-Interestrate/ PF ખાતાધારકો માટે મોટા સમાચાર, FY 22-23 માટે ડિપોઝિટ પર આટલું ટકા વ્યાજ મળશે

આ પણ વાંચોઃ Indian Student Murder/ કેનેડામાં કાર લૂંટારાઓએ 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની હુમલો કરીને હત્યા કરી

આ પણ વાંચોઃ Surat/ સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો, જાણો પાલિકાના ચોપડે કેટલા કેસ નોંધાયા

આ પણ વાંચોઃ House Collapse/ જૂનાગઢમાં મકાન ધરાશાયીઃ ચારથી પાંચ દટાયા હોવાની શક્યતા