Not Set/ મનમર્ઝીયા ફિલ્મ જોયા પછી બિગ બી એ દીકરા અભિષેક બચ્ચન સાથે વાત કરવાની છોડી દીધી, વાંચો કારણ

મુંબઈ અભિષેક બચ્ચન બોલીવુડમાં ૨ વર્ષ બાદ મનમર્ઝીયા ફિલ્મથી કમબેક કરી રહ્યો  છે. આ ફિલ્મ અભિષેકના કેરિયર માટે ઘણી મહત્વપૂર્ણ છે. હાલમાં જ અભિષેકના પિતા અમિતાભ બચ્ચને મનમર્ઝીયા ફિલ્મનું સ્ક્રીનીંગમાં ગયા હતા. આ ફિલ્મમાં તેના દીકરાનું પરફોર્મન્સ જોઇને બિગ બી દંગ રહી ગયા હતા તેના વખાણ કરવા માટે તેમની પાસે કોઈ શબ્દ નહતા. Instagram will […]

Uncategorized
ami મનમર્ઝીયા ફિલ્મ જોયા પછી બિગ બી એ દીકરા અભિષેક બચ્ચન સાથે વાત કરવાની છોડી દીધી, વાંચો કારણ

મુંબઈ

અભિષેક બચ્ચન બોલીવુડમાં ૨ વર્ષ બાદ મનમર્ઝીયા ફિલ્મથી કમબેક કરી રહ્યો  છે. આ ફિલ્મ અભિષેકના કેરિયર માટે ઘણી મહત્વપૂર્ણ છે. હાલમાં જ અભિષેકના પિતા અમિતાભ બચ્ચને મનમર્ઝીયા ફિલ્મનું સ્ક્રીનીંગમાં ગયા હતા. આ ફિલ્મમાં તેના દીકરાનું પરફોર્મન્સ જોઇને બિગ બી દંગ રહી ગયા હતા તેના વખાણ કરવા માટે તેમની પાસે કોઈ શબ્દ નહતા.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મમાં અભિષેક રોબીના રોલમાં જોવા મળશે. રોબીનો રોલ જોઇને અમિતાભ બચ્ચન ઘણા ખુશ થઇ ગયા હતા. જ્યાં સુધી ફિલ્મ પૂરી ન થઇ ત્યાં સુધી બિગ બી કઈ બોલ્યા નહોતા. પિતાનું આવું વર્તન જોઇને અભિષેકે પૂછ્યું કે તમને ફિલ્મ કેવી લાગી. અમિતાભે જવાબમાં કહ્યું કે હું તારા સાથે પછી વાત કરીશ.

Image result for abhishek with amitabh in man marziyan screening

Image result for abhishek with amitabh in man marziyan screening

સ્ક્રીનીંગ દરમ્યાન હાજર તમામ લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે. અમિતાભે માત્ર પોતાના દીકરાના જ નહિ પરંતુ ફિલ્મના કોસ્ટાર તાપસી પ્ન્નું અને વિક્કી કૌશલના પણ દિવાના થઇ ગયા હતા. તેમણે તાપસી અને વિક્કીને પત્ર સાથે ફૂલ મોકલ્યા હતા.

અનુરાગ કશ્યપની આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ૧૪ સપ્ટેમ્બરના રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મને આનંદ એલ રાય અને ફેન્તમ ફિલ્મે પ્રોડ્યુસ કરી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ઈમોશન, ડ્રામા,કોમેડી અને રોમાન્સથી ભરપુર છે. મનમર્ઝીયા ફિલ્મની ટ્રેલર પણ લોકોને ઘણું ગમ્યું છે.

મનમર્ઝીયા ફિલ્મ જોવા માટે ૩ મુખ્ય કારણ છે. પહેલું એ કે જુનિયર બચ્ચન ૨ વર્ષ બાદ ફિલ્મમાં દેખાઈ રહ્યા છે. બીજું, વિક્કી કૌશલ અત્યાર સુધીના સૌથી અલગ લુકમાં જોવા મળશે. ત્રીજું, અનુરાગ કશ્યપે આ પ્રથમ વાર રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવી છે.

મનમર્ઝીયાને બ્રિટીશ સેન્સરે ૧૨ A નું સર્ટીફીકેટ આપ્યું છે. તરણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ ફિલ્મનો સમય ૨ કલાક, ૩૫ મિનીટ અને ૩૫ સેકંડ સુધીનો રાખવામાં આવ્યો છે.