કોરોના કાળમાં માસ્ક પહેરવા ઉપર દરેક સરકાર ભાર આપી રહી છે. ત્યારે WHO એ બાળકોના માસ્ક પહેરવાને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. WHOએ જણાવ્યુ કે, પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોએ માસ્ક પહેરવા ના જોઇએ. આ નિર્ણય માસ્ક પહેરવાની ક્ષમતાને ધ્યાનમા રાખીને લેવામાં આવ્યા છે.
વૈશ્વિક સ્વાસ્થ્ય નિકાયએ બાળકોની સુરક્ષા અને તેમના સમગ્ર સ્વાસ્થ્ય જેવા અન્ય કારણો પર પણ વિચાર કર્યો છે. WHOએ પોતાના કોરોના વાઇરસ પેજ પર 6 થી 11 વર્ષની ઓછી ઉંમર ઘરાવતા બાળકો માટે કેટલાક માપદંડ સૂચવ્યા છે. WHOનુ કહેવું છે કે, માત્ર જ્યાં કોરોના નો પ્રભાવ વધુ હોય તેવા વિસ્તારના બાળકોએ માસ્ક પહેરવા જોઇએ.
વધુમાં WHO જણાવ્યું છે કે, બાળકોના માસ્ક પહેરવાની ક્ષમતા, પુખ્ત દેખરેખ અને શીખવાની સંભાવનાનો પ્રભાવ જેવી બાબતોને ધ્યાનમા રાખવી જોઇએ. જ્યાં તે બાળક રહે છે ત્યા વાયરસના પ્રભાવથી ડર્યા વિના 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવુ જોઇએ તેમજ સાવધાની રાખવી જોઇએ.
વિશ્વ સંસ્થાએ જણાવ્યુ કે, કેંસર અને સિસ્ટક ફાઅબ્રોસિસથી પીડિત બાળકોને સારી સુરક્ષા આપવા માટે મેડિકલ માસ્ક પહેરવુ જોઇએ. કુવિકસિત બાળકો માટે માસ્ક પહેરવુ જરૂરી નથી અને એવી બાબતમા આ નિર્ણય માતા-પિતા, સંભાળ રાખનાર લોકો અને નર્સએ કરવો જોઇએ. દુનિયાભરમા કોવિડ-19ના 2.3 કરોડ લોકો પ્રભાવિત છે. જેમા સૌથી વધારે કેસ અમેરિકા, ભારત અને બ્રાઝીલમા છે. જ્યારે જર્મની, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેંડ અને વિયતનામ જેવા કેટલાય દેશોમા મહામારી નાથવા માટેના પ્રયાસોની પ્રશંસા થઇ. પરંતુ, હવે તો તે દેશોમા પણ કોરોનાના કેસમા વૃદ્ધિ થઇ રહિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.