અમિતાભ બચ્ચનના ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે. બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેમણે તેમના બ્લોગ દ્વારા માહિતી આપી હતી કે તેમની તબિયત લથડતી ગઈ છે અને હવે તેમને સર્જરી કરાવવી પડશે.
-78 વર્ષીય અભિનેતાએ શનિવારે પોતાના બ્લોગમાં લખ્યું હતું કે ‘તબીબી સ્થિતિ… સર્જરી… હું લખી શકતો નથી, એબી.’ અમિતાભે આ સિવાય કોઈ માહિતી શેર કરી નથી.
અમિતાભ બચ્ચનનો આ બ્લોગ જોયા પછી તેના ચાહકો સ્પષ્ટ રીતે નારાજ છે. બિગ બી પણ તેની નાની નાની વાતો સોશિયલ મીડિયા દ્વારા શેર કરતા રહે છે. જો કે તેમની શસ્ત્રક્રિયામાં વિષે વધુ જાણકારી નથી આપી. અને તે ક્યારે થશે તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, ચાહકો તેમની ઝડપથી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આ પહેલા અમિતાભ બચ્ચને એક ટ્વીટમાં લખ્યું હતું- ‘કંઈક વધારે પડ્તું છે. વાઢકાપ પર કંઈક સુધારવાનું છે. આ જીવનનો ચક્ર છે. આવતી કાલે જ તમે જાણશો કે શું થવાનું છે. ‘
15 ફેબ્રુઆરીએ અમિતાભ બચ્ચને ફિલ્મ ઉદ્યોગમાં 52 વર્ષ પૂરા કર્યા હતા. 15 ફેબ્રુઆરી, 1969 ના રોજ અમિતાભ બચ્ચને ફિલ્મોની દુનિયામાં પગ મૂક્યો. તેણે મૃણાલ સેનના ભુવન શોમમાં વોઇસ નરેટર તરીકેની શરૂઆત કરી. આ પછી તેણે એકથી વધુ હિટ ફિલ્મો આપી છે. મહાનાયકની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે બ્રહ્માસ્ત્ર, ઝુક, ફેસિસ, મયડે જેવી ફિલ્મોમાં જોવા મળશે.