Not Set/ બીગ બી ની દીકરીની પુરા બોલીવૂડમાં ચર્ચા રોયાલીટી કરે છે સૌને પ્રભાવિત

અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદા છેલ્લા થોડા સમયથી સોશિયલ મિડિયા અને બોલિવૂડની પાર્ટીઓ માં સક્રિય થઇ છે. આના પાછળનું કારણ હવે સામે આવ્યું છે.હકીકતમાં શ્વેતા એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહી છે અને એ પણ એના પિતા અમિતાભ બચ્ચન સાથે. આ એક જવેલરીની એડ ફિલ્મ છે, જેની થોડી તસ્વીરો સામે આવી છે. આ એડમાં બાપ-બેટી નો […]

Uncategorized
shweta amitabh 759 બીગ બી ની દીકરીની પુરા બોલીવૂડમાં ચર્ચા રોયાલીટી કરે છે સૌને પ્રભાવિત

અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદા છેલ્લા થોડા સમયથી સોશિયલ મિડિયા અને બોલિવૂડની પાર્ટીઓ માં સક્રિય થઇ છે. આના પાછળનું કારણ હવે સામે આવ્યું છે.હકીકતમાં શ્વેતા એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહી છે અને એ પણ એના પિતા અમિતાભ બચ્ચન સાથે. આ એક જવેલરીની એડ ફિલ્મ છે, જેની થોડી તસ્વીરો સામે આવી છે.

આ એડમાં બાપ-બેટી નો પ્રેમ અને વિશ્વાસ ભરેલા સંબંધોની વાત દેખાડવામાં આવી છે. શ્વેતાને ૪૪ વર્ષ પછી એક્ટિંગ કરવાનો
મૌકો મળ્યો છે. બચ્ચન પરિવારમાં એક શ્વેતાજ હતી જેને અત્યાર સુધી એક્ટિંગ થી અંતર રાખ્યું હતું પરંતુ હવે એ પણ એક્ટિંગ
કરવા જઈ રાહી છે. એક સુપરસ્ટારના ઘરે જન્મ લેવા છતાં શ્વેતાએ ક્યારે પણ એક્ટિંગ કરવાનું વિચાર્યું નહતું.

શ્વેતાની વાત નીકળી જ છે તો તમને શ્વેતા વિશે એવી વાતો જણાવી દઈએ જે તમે અત્યાર સુધી નહિ જાણતા હોવ. શ્વેતા બચ્ચન
પરિવારની મોટી દીકરી છે. એટલે એને હમેશા ખુબજ પ્રેમ મળ્યો. અમિતાભ અને જયાએ શ્વેતાને ભણાવી-ગણાવી પણ એ ક્યારે
પણ એક્ટિંગ કરવા નહતી માંગતી. આટલું ભણવા છતાં પણ એને લગ્ન પહેલા કોઈ પણ વ્યવસાય અપનાવ્યો નહતો.

શ્વેતાના લગ્ન નાની ઉમરમાં જ થઇ ગયા હતા. શ્વેતા એ ૧૯૯૭ માં નીખીલ નંદા સાથે લગ્ન કરી લીધા હતા. નીખીલ એસ્કોર્ટ
ગ્રુપના ચીફ ઓપરેટીંગ ઓફિસર છે. નીખીલ હવે પોતાનો કન્સ્ટ્રકશનનો ધંધો સંભાળે છે. શ્વેતાએ ૨૩ વર્ષની ઉમર માજ દીકરી
નવ્યાને જન્મ આપ્યો હતો. શ્વેતાએ હમેશા એક સારી હાઉસ વાઈફ બનીને પોતાનું ઘર સંભાળ્યું છે.
૧૦ વર્ષ સુધી ઘરની જવાબદારીઓ સંભાળ્યા બાદ શ્વેતા એ પોતાની કરિયર બનાવાવાવનું વિચાર્યું હતું. શ્વેતા હવે સીએનએન
આયબિએન ની સીટીઝન જર્નાલિસ્ટ છે. ૨૦૦૭ મા શ્વેતાને એનડીટીવીના શો નેક્સ્ટ જેન ને હોસ્ટ કરવાની ઓફર પણ આવી હતી.
હવે એ પરિવારને નાણાકીય રીતે પણ સપોર્ટ પણ કરે છે.

વર્ષ ૨૦૦૬મા શ્વેતા એ લોરિયલ ઓફીશીયલ માટે પહેલી વાર મોડેલીંગ કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૦૯મા અભિષેક સાથે રેમ્પ પર
ઉતરી હતી.ગયા વર્ષે શ્વેતા અબુ જાની અને સંદીપ ખોસલા માટે શો સ્ટોપર પણ રહી હતી, આ શો માં અમિતાભ બચ્ચન પણ નજર
આવ્યા હતા.

આટલા મોટા બિઝનેસમેનની પત્ની હોવા છતાં પણ શ્વેતા એક સામાન્ય વુમનની જેવી જીંદગી જીવે છે. એક ઈન્ટરવ્યુંમાં એમને
જણાવ્યું હતું કે એ એની હાઉસ વાઈફ વાળી લાઇફ એન્જોય કરે છે. સવારે ઉઠીને બાળકો માટે ખાવાનું બનાવે છે, એમને સ્કુલે
મોકલે છે. હસબંડનો બધો સામાન મેનેજ કરે છે. શ્વેતાને એક દીકરી નવ્યા અને દીકરો અગસ્ત્ય છે.

શ્વેતા કેમેરા ફ્રેન્ડલી નથી. એકવાર એમને કરણ જોહરના શો માં જવાની ઓફર મળી હતી તો પણ એ કેમેરાનો સામનો કરવામાં
ખુબજ ડરતી હતી, ત્યારે જયાએ એમને સમજાવ્યું કે તું કોઈનું ના સાંભળ, જેવું તને સમજમાં આવે એ બોલ,લોકો વિશે ના વિચાર.
શ્વેતાએ પણ કહ્યું છે કે તેને ભીડ સામે કેમેરાનો સામનો કરવામાં દર લાગે છે.

ખુબ ઓછા લોકો એ જાણતા હશે કે શ્વેતા કોઈ શો હોસ્ટ કરે તો એની સ્ક્રીપ્ટ જાતે જ લખે છે. મિડિયાથી દુર રહેવાવાળી શ્વેતાનું
નામ મિડિયા ફિલ્ડ માં ખુબજ મોટુ છે.હમેશા સીધી-સાદી દેખાવવાળી શ્વેતા ફક્ત બચ્ચન પરિવારની દીકરી જ  નહિ એક સફળ
મિડિયા પર્સન પણ છે.

ફિલ્મોમાં ના આવવા બાબતે શ્વેતાએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે મને ફિલ્મોની ઓફર નહતી આવી, ના તો મારો ચહેરો કે મારો
અવાજ હેરોઈન જેવો છે. હું જ્યાં છું અને જે કરી રહી છું એમાજ ખુશ છું. અભિષેક હમેશા શ્વેતાને એક્ટિંગ માટે કહે છે પણ શ્વેતા
ક્યારે એની વાત માનતી નથી.