સલાહ/ અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાએ ઉત્તરાખંડના CM ને આપી આવી સલાહ

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથ સિંહ રાવત મંગળવારે નશીલા પદાર્થોના એક વર્કશોપમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે મહિલાઓ માટે ફાટેલી જીન્સ પહેરવા અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

Entertainment
A 197 અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાએ ઉત્તરાખંડના CM ને આપી આવી સલાહ

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથ સિંહ રાવત મંગળવારે નશીલા પદાર્થોના એક વર્કશોપમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે મહિલાઓ માટે ફાટેલી જીન્સ પહેરવા અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. આ કિસ્સામાં, તેઓને ઘણો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યમંત્રીના નિવેદન પર, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની દોહિત્રી  નવ્યા નવેલી નંદાએ પણ પોતાનો વિરોધ દર્શાવ્યો છે. નવ્યાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં સીએમના નિવેદનની તસવીર સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

નવ્યાએ આપી કંઇક આવી પ્રતિક્રિયા

મુખ્યમંત્રીની વાત પર નવ્યાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના રૂપમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રીના નિવેદનનો સ્ક્રીનશોટ લેતા તેમણે લખ્યું, ‘, અમારા કપડાઓ અંગે નિવેદન આપવાની જગ્યાએ તમે તમારી માનસિકતા બદલો. હું તો ફાટેલી જિન્સ પહેરીશ અને ગર્વથી પહેરીશ. આ પછી તેણે ગુસ્સાવાળા ઇમોજીસ શેર કર્યા છે. તેણે લખ્યું, ‘હું મારી ફાટેલ જીન્સ પહેરીશ. આભાર અને હું તેને ગૌરવ સાથે પહેરીશ.

આ પણ વાંચો :શોકમાં ડૂબ્યો ફોગાટ પરિવાર, બબીતા ​​ફોગાટની બહેને કર્યો આપઘાત

આપને જણાવી દઈએ કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે આજકાલ મહિલાઓ ફાટેલું જીન્સ પહેરે છે, શું આ બધુ બરાબર છે? આ સંસ્કારો કેવા છે? મુખ્યમત્રીએ ફાટેલા જીન્સને લઈને મહિલાઓના સંસ્કાર પર સવાલ ઉભા કર્યા હતા.

તે જ સમયે તેમણે એક ઘટના સંભળાવી. મુખ્યમંત્રીએ કહ્યું, “જ્યારે તેઓ એક વાર હું વિમાનમાં જઈ રહ્યો હતો, ત્યારે મેં જોયું કે એક મહિલા તેના બે બાળકો સાથે એકદમ નજીક બેઠેલી છે. તેણે ફાટેલું જીન્સ પહેર્યું હતું. જ્યારે મેં તેમને પૂછ્યું કે બેહેનજી, ક્યાં જવું છે. ત્યારે મહિલાએ જવાબ આપ્યો કે દિલ્હી જવું છે, તેનો પતિ જેએનયુમાં પ્રોફેસર હતો અને તે પોતે એક એનજીઓ ચલાવતી હતી.’

આ પણ વાંચો : કવિતા કૌશિક બીકીનીમાં શેર કર્યા ફોટો, જોઇને ચાહકો થયા દિવાના

મુખ્ય પ્રધાન તીરથ સિંહે વધુમાં કહ્યું કે “મેં વિચાર્યું કે જે સ્ત્રી એનજીઓ ચલાવે છે અને ફાટેલું જીન્સ પહેરતી હોય, તે સમાજમાં કઇ સંસ્કૃતિ ફેલાવતી હશે? જ્યારે અમે સ્કૂલોમાં ભણતા હતા ત્યારે નહોતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…