રાજકીય/ પાટીલ આ શું બોલી ગયા…? શું કોંગી ધારાસભ્ય અમરિશ ડેર ભાજપમાં જોડાશે ?

અમરિશ ડેરનો ઉદય ભાજપમાંથી જ થયો છે. અમે તેના માટે ખાસ હજુ જગ્યા ખાલી રાખી છે. આહીર સમાજના સમૂહ લગ્નમાં સી.આર.પાટીલે કોંગ્રેસના ધારા સભ્ય અમરીશ ડેર ને ભાજપના કાર્યકર્તા કહી સંબોધન કર્યું હતું.

Top Stories Gujarat Others Trending
rekha 2 પાટીલ આ શું બોલી ગયા...? શું કોંગી ધારાસભ્ય અમરિશ ડેર ભાજપમાં જોડાશે ?

રાજુલાના બાબરીયાધાર ગામમાં આહીર સમાજ સમિતિ આયોજિત સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા કનુભાઈ કલસરીયા, ધારાસભ્ય અમરીશ ડેર, સહિત ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. મહત્વનું છે કે આહીર સમાજ દ્વારા 14મો સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં 69 યુગલોએ પ્રભૂતામાં પગલા પડ્યા હતા.

  • આહીર સમાજ સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન
  • આહીર સમાજનો 14મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
  • રાજુલાના બાબરીયાધાર ગામમાં યોજાયો કાર્યક્રમ
  • કાર્યક્રમમાં સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે આહીર સમાજ દ્વારા 14 મો સમૂહ લગ્ન નું આયોજન કરાયું. આ આયોજનમાં 69 યુગલોએ  પ્રભુતામાં પગલા પાડયા હતા. આ સમૂહ લગ્નમાં સી.આર.પાટીલની ખાસ ઉપસ્થિતિ રહી અને સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું નાની દીકરીઓ નૃત્ય ભૂમિકાઓ કરી અને સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું ફુલહાર કરીને દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરૂ કર્યો.  આહીર સમાજના આગેવાનો પોતપોતાના શબ્દશૈલીમાં એનાઉન્સ કર્યું હતું. પરંતુ આ કાર્યક્રમમાં સી આર પાટીલની જીભ લપસી હતી. અને ધારાસભ્ય ડેર ને ખેર કહ્યા હતા. તો સાથે એમ પીએન જણાવ્યુ હતું કે, હારે હતા એટલે થોડી થોડી ભૂલ થઈ જાય. કહી રમૂજ ફેલાવી હતી.

પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અમરીશ ડેર પર ટિપ્પણી કરી હતી.  ધારાસભ્ય ડેર ને મારે ખખડાવા છે. મારો અધિકાર છે. અમારા જ છે. એમ કહી સૂચક નિવેદન આપ્યું હતું.

વધુમાં સી આર પાટીલએ જણાવ્યુ હતું કે, મારી પાર્ટી ના ઘણા લોકો તેમના ખાસ મિત્રો છે ડેરનો ઉદય પણ ભાજપ માંથી જ થયો છે. અમે તેના માટે ખાસ હજુ જગ્યા ખાલી રાખી છે. આહીર સમાજના સમૂહ લગ્નમાં સી.આર.પાટીલે કોંગ્રેસના ધારા સભ્ય અમરીશ ડેર ને ભાજપના કાર્યકર્તા કહી સંબોધન કર્યું હતું.

તો સાથે જણાવ્યુ હતું કે, હજુ બેદીવસ પહેલા જ ભાજપ સરકાર ના ઉર્જા મંત્રી મુકેશ પટેલ અને કોંગી ધારાસભ્ય ડેર ની ગુપ્ત મુલાકાત પણ થઈ હતી. આજ ફરી ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા તેમના માટે ખાલી જગ્યા રાખી છે.  સી આર પાટીલના જાહેર માં નિવેદનથી અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયુ હતું. અને કોંગી ધારાસભ્ય ડેર ભાજપ માં જોડાવવાના એંધાણ પણ ગણી શકાય છે.

જો કે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આહીર સમાજના સમૂહ લગ્નમાં વ્હાલી દીકરી યોજના ના લાભ લેવા માટે આગ્રહ કર્યો હતો અને આહીર સમાજના સમૂહ લગ્નમાં શિસ્ત રીતે કાર્યક્રમનું આયોજન કરતા જોયા અને આહીર સમાજને અભિનંદન પાઠવ્યા. ગરીબ દીકરીના લગ્ન સમય સર થાય દીકરીના માતા-પિતા પર દેવું ન થાય એટલા માટે લગ્ન ની જવાબદારી સમાજ ઉપાડી લેતું હોઈ ત્યારે આવા સમાજના આગેવાનો માત્ર લગ્ન પૂરતા મર્યાદિત નથી રહેતા. એ સમાજને આગળ લાઇ જવા શેક્ષણિક સહિત દરેક પ્રકારના સહાય કરીને માર્ગદર્શન આપતા હોય છે. જેનાથી સમાજનું ઉથાન થતું હોય છે.

શિક્ષણનો સેવાયજ્ઞ / જામનગરની મહિલાની પહેલ, ભિક્ષુક બાળકો આ રીતે આપી રહી છે અક્ષર જ્ઞાન

National / દેશમાં કોરોના રસીના 115 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા, 41%થી વધુનું સંપૂર્ણ રસીકરણ

ગોવા વિધાનસભા ચૂંટણી 2022 / મનોહર પર્રિકરના પુત્રની BJPમાં બળવો કરવાની ધમકી, કહ્યું- ટિકિટ નહીં મળે તો…

Corona effect / સરકારી શાળામાં બાળકોના એડમિશનનું પ્રમાણ વધ્યું