Not Set/  અહીં જો કોરોના ગાઇડનું ઉલ્લંઘન કર્યું છે તો હાંકવા પડશે ગધેડા

અમરેલી જીલ્લાના જાબળા ખાતે કોરોનાની ગાઇડલાઇનનું ભંગ કરશે તેને ઘરે ગધેડાનું ટોળું મોકલવામાં આવશે. અને ગધેડાનું ટોળું મોકલી કાયદાનું ભાન કરવવામાં આવશે.

Gujarat Others Trending
health 12  અહીં જો કોરોના ગાઇડનું ઉલ્લંઘન કર્યું છે તો હાંકવા પડશે ગધેડા

વિશ્વિક મહામારી કોરોના એ ગુજરાતમાં કોહરામ મચાવ્યો છે. ત્યારે સરકાર કોરોના સામે અડીખમ બની લડી રહી છે. કોરોનાથી બચાવ માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં સરકાર દ્વારા 3T ફોર્મ્યુલા અમલમાં મુકવામાં આવી છે. જેમાં ટેસ્ટીંગ, ટ્રેસિંગ, અને ત્રીત્મેન્ત ઉપર ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે છતાય રાજ્યમાં સતત કોરોનાનું જોર વધી રહ્યું છે. અને સ્થાનિક લેવલે પણ કોરોના સામે લડવા માટે બાથ ભીડવામાં આવી છે.

ઘણા નાના ગામડાઓના સ્વૈચ્છિક લોક ડાઉન નાખવામાં આવ્યું છે. તો સરકાર દ્વારા પણ આજ થી રાજ્યના 20 શહેરોમાં આગામી 30 એપ્રિલ સુધી રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો નાઈટ કર્ફ્યું નાખવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતના એક ગામડામાં કોરોનાથી બચવા માટે અને કોરોના ગાઈડલાઈન્સ નું પાલન નહિ કરવાવાળા માટે અનોખી શિક્ષા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથીઆપણે કોરોના સામે લડી રહ્યા છીએ. કોરોનાથી બચવાના એક માત્ર ઉપર એટલે માસ્ક અને સોશિયલ ડીસટન્સ છે. છતાય કેટલાક લોકો કોરોના ગાઈડલાઈન્સ નું સરેઆમ ઉલંઘન કરતા જોવા મળે છે. ત્યારે અમરેલી જાબાળ ગ્રા.પં.દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

અમરેલી જીલ્લાના જાબળા ખાતે કોરોનાની ગાઇડલાઇનનું ભંગ કરશે તેને ઘરે ગધેડાનું ટોળું મોકલવામાં આવશે. અને ગધેડાનું ટોળું મોકલી કાયદાનું ભાન કરવવામાં આવશે. સાથે કોવિડના કાયદાનો ભંગ કરનારને 1000નો દંડ પણ કરવામાં આવશે. ગામમાં ઢોલ વગાડી લોકોને કોરોના અંતર્ગત સતેજ કરાયા છે. ગ્રાં.પં.ના સરપંચની કોરોના જાગૃતિ માટે અનોખી પહેલ છે. કાયદો તોડનાર શરમ અનુભવે,બીજીવાર કાયદો ન તોડે અને ગામના અન્ય લોકો આ મહામારી થી બચી શકે તેવા ઉમદા આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.