ગુજરાત/ અમરેલીમાં 24 કલાકમાં બે સિંહોના મોત, એક તો શિકાર કરવા જતા મોતને ભેટ્યો

એશિયાટીક સિંહો ગુજરાત અને ગીરનું ગૌરવ છે.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 05 17T173004.043 અમરેલીમાં 24 કલાકમાં બે સિંહોના મોત, એક તો શિકાર કરવા જતા મોતને ભેટ્યો

Amreli News:એશિયાટીક સિંહો ગુજરાત અને ગીરનું ગૌરવ છે. તેઓ ક્યારેક ગીર સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. અમરેલી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં સિંહો વસે છે. અમરેલી જિલ્લામાં 24 કલાકમાં વધુ એક સિંહના મોતનો મામલો સામે આવ્યો છે. બગસરાના રફાલ અને મુંજીયાસરના સરહદી વિસ્તારમાં શિકાર માટે દોડતી વખતે કૂવામાં પડી જતાં સિંહનું મોત થયું હતું.

વન વિભાગ દ્વારા મૃત સિંહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. વન વિભાગે સિંહના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ગઈકાલે પીપાવાવ બંદરે સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે વધુ એક ઘટના 24 કલાકમાં બે સિંહોના મોત થયા છે.

જણાવી દઈએ કે, પીપાવાવ રેલવે ગેટ અને તળાવ વિસ્તારમાંથી સવારના સમયે એક સિંહનો મૃતદેહ મળી આવતા વનવિભાગની ટીમો દોડતી થઈ હતી. વનવિભાગ દ્વારા મૃતદેહનો કબજો લઈ પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. સિંહના શરીર પર ઈજાના નિશાનો મળ્યા હોય ઈનફાઈટના કારણે મોત થયાનું વનવિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. શેત્રુંજી ડીવીઝન પી.આર.ઓ.ગલાણીનો સંપર્ક કરતા કહ્યું વહેલી સવારે આજે સિંહનું મોત થયું છે અને વહેલી સવારનો બનાવ છે પેનલ પીએમ કર્યું છે ઇનફાઈટના કારણે સિંહનું મોત થયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી, રાહત મળવાની સંભાવના

આ પણ વાંચો: PM મોદી આજે તેમના મત વિસ્તાર વારાણસીમાં કરશે ધુંઆધાર પ્રચાર

આ પણ વાંચો: સોનિયા ગાંધીનો મતદાતાઓને સંદેશ, કોંગ્રેસની ‘મહાલક્ષ્મી’ યોજના બદલશે મહિલાઓનું જીવન