Not Set/ અમૃતસર જેલનાં વહીવટી તંત્રની બેદરકારી આવી સામે, ત્રણ કેદીઓ ફરાર

અમૃતસર જેલમાંથી ત્રણ કેદીઓ ફરાર થયા હોવાના સમાચાર સામે આવી રહી છે. કડક સુરક્ષા વચ્ચે મોડી રાત્રે ત્રણેય જેલમાંથી ફરાર થઈ ગયા હતા. કેદીઓનાં ફરાર થવાથી હંગામો થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ફરાર કેદીઓમાં એક બળાત્કાર અને બે ચોરીનાં આરોપમાં જેલમાં બંધ હતા. અમૃતસર જેલમાં કડક સુરક્ષા બાદ કેદીઓનાં ફરાર થવાના કેસોમાં અધિકારી […]

Top Stories India
Prisoners abscond અમૃતસર જેલનાં વહીવટી તંત્રની બેદરકારી આવી સામે, ત્રણ કેદીઓ ફરાર

અમૃતસર જેલમાંથી ત્રણ કેદીઓ ફરાર થયા હોવાના સમાચાર સામે આવી રહી છે. કડક સુરક્ષા વચ્ચે મોડી રાત્રે ત્રણેય જેલમાંથી ફરાર થઈ ગયા હતા. કેદીઓનાં ફરાર થવાથી હંગામો થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ફરાર કેદીઓમાં એક બળાત્કાર અને બે ચોરીનાં આરોપમાં જેલમાં બંધ હતા.

અમૃતસર જેલમાં કડક સુરક્ષા બાદ કેદીઓનાં ફરાર થવાના કેસોમાં અધિકારી કઇ પણ કહેવાની ના પાડી રહ્યા છે. જેલનાં વહીવટી તંત્રને રવિવારે સવારે આ મામલાની જાણકારી મળી જ્યારે કેદીઓની ગણતરી કરવામાં આવી રહી હતી, જેમાં ત્રણ કેદીઓ ઓછા મળી આવ્યા હતા. આ પછી હંગામો થયો હતો. ત્યારબાદ કેદીઓની શોધખોળ શરૂ કરાઈ હતી.

નાસી છૂટેલા કેદીઓની ઓળખ ગુરપ્રીતસિંહ, જરનૈલ સિંહ અને વિશાલ તરીકે થઈ છે. ગુરપ્રીત અને જરનૈલ ચોરીનાં કેસમાં બંધ હતા, જ્યારે વિશાલ પર બળાત્કારનો આરોપ લાગેલો છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય જેલની દિવાલ તોડી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસનાં મોટા અધિકારીઓએ ઘટના સ્થળેથી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.