Not Set/ અમદાવાદમાં આવતીકાલથી AMTS અને BRTS બસો 50% ની કેપેસિટી સાથે ચાલશે

શહેરના જે રૂટમાં બસો ચાલુ કરવામાં આવશે તે રૂટની બસની કેપેસિટીના 50% સિટિંગ પેસેન્જર્સ લેવામાં આવશે. પેસેન્જરોને નક્કી કરેલા સ્ટેજની ટિકિટ જ આપવામાં આવશે.

Top Stories Gujarat
Untitled 18 1 અમદાવાદમાં આવતીકાલથી AMTS અને BRTS બસો 50% ની કેપેસિટી સાથે ચાલશે

હાલ  રાજયમાં કોરોના  કેસો ની સંખ્યા સતત વધતી જોવા મળી  છે .  દિવસેને દિવસે  કેસો માં  સતત વધારો જોવા  મળી રહયો છે  . ત્યારે  amc દ્વારા  એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે  જેમાં કોરોના વાયરસની આ મહામારીમાં કાલથી  AMTS અને BRTS બસો મા 50% આવતી કાલથી 50% કેપેસિટી સાથે ચાલશે બસો. આ  ઉપરાંત  રસી વગરના લોકોને બસમા મુસફારી કરવા દેવામાં આવશે નહીં . તેમજ  AMC દ્વારા ચેકીંગ માટે બનાવાઈ અલગ અલગ વિઝિલન્સની ટીમ બનાવવામાં  છે. જ કાલથી જ કાર્યરત રહેશે.

આ  પણ વાંચો:સુરક્ષામાં ચૂક / તમારા CM ને થેંક્સ કહેજો કે, હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યોઃPM મોદી

શહેરના જે રૂટમાં બસો ચાલુ કરવામાં આવશે તે રૂટની બસની કેપેસિટીના 50% સિટિંગ પેસેન્જર્સ લેવામાં આવશે. પેસેન્જરોને નક્કી કરેલા સ્ટેજની ટિકિટ જ આપવામાં આવશે. જનમિત્ર કાર્ડનો મહત્તમ ઉપયોગ થાય તે માટે આઈસીઆઈસીઆઈ બેન્ક સાથે રહી જનમિત્ર કાર્ડ તરત પેસેન્જર્સને ઈશ્યુ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે. દરેક ટર્મિનસ-ડેપો-બીઆરટીએસ સ્ટેન્ડ ઉપર ચેકિંગની કામગીરી કરવામાં આવશે. દરરોજ બસને સેનેટાઈઝિંગ કરવાની કામગીરી કરવામાં આવશે.

આ  પણ  વાંચો:ગુજરાત / ભરૂચના અંકલેશ્વરમાં GIDCમાં દુર્ઘટના , કંપનીમાં દીવાલ ધરાશાયી થતાં 4ના મોત થયા

દરેક વ્યક્તિએ મોં પર માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. કોઈપણ કર્મચારી જો થૂંકતા અથવા માસ્ક વગર પકડાશે તો રૂપિયા 200નો દંડ વસૂલવામાં આવશે. દરેક કર્મચારીને ફરજ પર લેતાં પહેલા શરદી-ઉધરસ-તાવ માટે ચેકિંગ કરવામાં આવશે. થર્મલ ગનથી શરીરનું તાપમાન માપવામાં આવશે. બસની બહારની સાઈડ, અંદરની સાઈડ બસને દરરોજ સેનેટાઈઝિંગ કરવાની રહેશે. ટર્મિનસને દરરોજ સેનેટાઈઝિંગ કરવાનું રહેશે.

આ  પણ  વાંચો:રાજકોટ / વધતાં કેસો વચ્ચે  પર સરકાર મક્કમ,રાજકોટ માં કાઈટ ફેસ્ટિવલ યોજાશે …..