Bollywood/ વિરુષ્કાની નાની પરીનું અમુલ દ્વારા કરાયું અનોખું સ્વાગત

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માને ત્યાં દીકરીનો જન્મ થયો છે. 11 જાન્યુઆરીએ દીકરીનો જન્મ થયા બાદ દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં લોકો દ્વારા આ નાની પરીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

Entertainment
a 196 વિરુષ્કાની નાની પરીનું અમુલ દ્વારા કરાયું અનોખું સ્વાગત

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માને ત્યાં દીકરીનો જન્મ થયો છે. 11 જાન્યુઆરીએ દીકરીનો જન્મ થયા બાદ દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં લોકો દ્વારા આ નાની પરીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

આની સાથે સાથે તેઓના ફૅન્સ, સાથી ખેલાડીઓ, પરિવારજનોએ પણ દંપતીના ઘરે લક્ષ્મી જન્મી હોવાની શુભેચ્છાઓ આપી રહ્યાં છે. આ ઉપરાંત અનેક કંપનીઓએ પણ દંપતીને શુભેચ્છા આપી છે. ત્યારે દેશની ટોચની દૂધ કંપની અમૂલ દ્વારા પણ આ નાની પરીનું અનોખા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે પણ તેણે કાર્ટૂન બનાવીને શુભેચ્છા આપી છે.

શુભેચ્છાઓ આપતા અમૂલે ટ્વીટર પર કાર્ટૂન શૅર કરવાની સાથે લખ્યું છે કે, આ ડિલેવરીએ તો બોલ્ડ કરી દીધા. ઘરમાં તેનું સ્વાગત છે.

જો કે આ પહેલા પણ અમૂલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને માતા-પિતા બનવાના છે તેવી જાહેરાત કરી ત્યારે પણ કાર્ટૂન બનાવીને શુભેચ્છા આપી હતી.

Instagram will load in the frontend.

વિરાટે તેની ક્યૂટ બેબી વિશેની માહિતી સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી હતી. તેણે આ ખુશખબર શેર કરી અને લખ્યું, ‘અમને બંનેને કહેતાં આનંદ થાય છે કે આજે બપોરે અમારા અહીંયા એક પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી પુત્રી બંને એકદમ સારા છે અને આમારું સૌભાગ્ય એ છે કે અમને જીવનના આ અધ્યાયનો અનુભવ કર્યો. અમે જાણીએ છીએ કે તમે ચોક્કસપણે સમજી શકશો કે આ સમયે આપણને બધાને થોડીક પ્રાઈવસી જરૂર છે.

અનુષ્કા શર્માની ડિલીવરી પહેલા જ વિરાટ કોહલી ભારત આવી ગયો હતો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી ઓસ્ટ્રેલિયાની ટૂર પર હતો. જો કે, પહેલા બાળકના જન્મ સમયે પત્ની સાથે રહેવા માટે વિરાટ ક્રિકેટિંગ શિડ્યુલમાંથી બ્રેક લઈને મુંબઈ આવી ગયો હતો. મુંબઈ આવ્યા પછી વિરાટ પત્ની અનુષ્કાનું ખૂબ ધ્યાન રાખતો હતો. છેલ્લા થોડા દિવસોમાં કપલ લગભગ બેવાર ડૉક્ટરના ક્લિનિક પર જોવા મળ્યા હતા. હાલ કેપ્ટન કોહલી પેટરનિટી લીવ પર છે ત્યારે અનુષ્કા અને દીકરી સાથે ભરપૂર સમય વિતાવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો