Amul/ અમુલના ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારોઃ જાણો ગુજરાત કેમ બાકાત

સામાન્ય પ્રજાના માથે ફરીથી મોંઘવારીને માર આવ્યો છે. અમુલે ફરી પાછો દૂધનો ભાવવધારો ઝીંક્યો છે. શનિવારથી અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. આમ અમુલ દૂધના હવે પ્રતિ લિટર 61 રૂપિયાના બદલે 63 રૂપિયા ચૂકવવા પડશે. પણ ગુજરાત આ વધારામાંથી બાકાત છે. તેનું સીધું કારણ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી છે.

Top Stories Gujarat
Amul Gold અમુલના ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારોઃ જાણો ગુજરાત કેમ બાકાત
  • અમુલે આ પહેલા માર્ચમાં અને ઓગસ્ટમાં પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો
  • અગાઉના વધારા વખતે ઉત્પાદન અને કાર્યકારી ખર્ચના વધારાનું કારણ અપાયું હતું
  • પશુઆહારના ભાવમાં થયેલો વધારો પણ કારણભૂત

સામાન્ય પ્રજાના માથે ફરીથી મોંઘવારીને માર આવ્યો છે. અમુલે ફરી પાછો દૂધનો ભાવવધારો ઝીંક્યો છે. શનિવારથી અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. આમ અમુલ દૂધના હવે પ્રતિ લિટર 61 રૂપિયાના બદલે 63 રૂપિયા ચૂકવવા પડશે. પણ ગુજરાત આ વધારામાંથી બાકાત છે. તેનું સીધું કારણ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી છે.

અમૂલે શનિવારે દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. હવે 61 રૂપિયાના બદલે 63 રૂપિયા એક લિટર ફુલ ક્રીમ અમૂલ દૂધ (અમુલ ગોલ્ડ)ની થેલીના ચૂકવવા પડશે. અડધા લિટર દૂધની કિંમત 30 રૂપિયાથી વધીને 31 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ઓગસ્ટ અને માર્ચમાં પણ પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો થયો હતો.

ગુજરાતમાં અમૂલ દૂધના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અહીં દૂધ જૂના દરે મળતું રહેશે. તેનું કારણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જણાવવામાં આવી રહી છે. આ વર્ષના અંત સુધીમાં અહીં પણ વધારો થઈ શકે છે. કંપનીએ હજુ સુધી રેટ વધારવાનું કારણ જણાવ્યું નથી. જો કે, અગાઉ ઓગસ્ટમાં જ્યારે અમૂલે ભાવમાં વધારો કર્યો હતો, ત્યારે તેનું કારણ ઓપરેશન કોસ્ટ અને દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો ગણાવ્યો હતો.

કંપનીએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં પશુ આહારના ભાવમાં લગભગ 20%નો વધારો થયો છે. ઈનપુટ કોસ્ટ અને પશુ આહારમાં વધારાને ધ્યાનમાં રાખીને, અમૂલ ફેડરેશન સાથે સંકળાયેલા દૂધ સંઘોએ પણ ગયા વર્ષની સરખામણીએ ખેડૂતોના દૂધની ખરીદીના ભાવમાં 8-9%નો વધારો કર્યો છે.

મધર ડેરી દિલ્હી-એનસીઆર માર્કેટમાં દૂધની અગ્રણી સપ્લાયર પૈકીની એક છે અને પોલી પેક અને વેન્ડિંગ મશીનો દ્વારા દરરોજ 30 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે. તે જ સમયે, અમૂલ દેશની અગ્રણી બ્રાન્ડ પણ છે, જેની માલિકી લાખો ખેડૂતોની છે. 75 વર્ષ પહેલા ગુજરાતના બે ગામોમાંથી 247 લિટર દૂધ સાથે શરૂ થયેલી સફર આજે 260 લાખ લિટર સુધી પહોંચી છે.