Election/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની થરાદ ચૂંટણી સભામાં અકસ્માત સર્જાયો હોત…જુઓ વીડિયો

ગુજરાત ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની બાગડોર સંભાળી છે,જેના લીધે સમયઅંતરાલે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે

Top Stories Gujarat
14 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની થરાદ ચૂંટણી સભામાં અકસ્માત સર્જાયો હોત...જુઓ વીડિયો

ગુજરાત ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની બાગડોર સંભાળી છે,જેના લીધે સમયઅંતરાલે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. રાજ્યમાં વિકાસના કાર્યક્રમોને  લોકાપર્ણ અને જાહેર સભા સંબોધી રહ્યા છે, એવામાં વડાપ્રધાનની એક જાહેર સભાનો વીડિયો સામે આવ્યો છે,જે ચોકાવનારો છે. વીડિયોમાં યુવકનું અજીબ વર્તન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની થરાદમાં યોજાયેલી સભામાં સ્ક્રૂ- બોલ્ટ ચોરી કરતા શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. થરાદમાં યોજાયેલ પ્રધાનમંત્રીની સભામાં આવા દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે  વડાપ્રધાન  સભામાં હજારોની ભીડને જોતા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. પરંતુ પ્રશાસનના કેમેરાની નજર આ યુવક પર ગઈ ન હતી. ત્યાં હાજર કોઈએ આ યુવકની હરકતનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સભામાં બંધાયેલો મંડપ આવા નાના નાના સ્ક્રૂ- બોલ્ટના કારણે ટકેલો હોય છે, ત્યારે તમારી એક નાનકડી ભૂલના કારણે અનેક નિર્દોષ લોકોનો જીવ જઈ શકે છે.આ અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને આ યુવકની અટકાયત કરવામાં આવી છે.