uttarpradesh/ બદાયુમાં બે દિકરાની હત્યાને પગલે નારાજ પિતાનો આપઘાતનો પ્રયાસ

હત્યાનો ખુલાસો ન થતા સળગી જઈને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો

India

 Uttarpradesh News : ઉત્તરપ્રદેશના બદાયુમાં બે બાળકોની નિર્મમ હત્યાનું કારણ બહાર ન આવતા તેમના નારાજ પિતા વિનોદ કુમારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે તેમને બચાવી લીધા હતા. રિપોર્ટ્સ મુજબ વિનોદ કુમારે કહ્યું કે તે ખૂબ પરેશાન છે કારણકે તેમના બાળકોની હત્યા પાછળનો હેતુ જાણવામાં પોલીસ નિષ્ફળ રહી છે.

તેમણે કહ્યું કે મને આરોપીના એન્કાઉન્ટર અને બીજા આરોપીની ધરપકડથી કોઈ મતલબ નથી. બસ હું એ જાણવા માંગુ છું છે મારા બાળકોને માર્યા કેમ. પોલીસ વિનોદ કુમારને સમજાવાનો પ્રયાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે 19 માર્ચના રોજ સાજીદે વિનોદ કુમારના બે સગીર બાળકોની બેરહમીથી હત્યા કરી નાંખી હતી. બાદમાં પોલીસે મુખ્ય આરોપી સાજીદને મંગળવારે ઘટનાના બે કલાકમાં જ એન્કાઉન્ટરમાં ઢાળી દીધો હતો.

જ્યારે સાજીદના ભાઈ જાવેદને બરેલીથી ઝડપી લીધો હતો. જાવેહ આ હત્યાકાંડનો બીજો આરોપી છે. સાજીદે હાલમાં જ આ વિસ્તારમાં હેર કટિંગની દુકાન ખોલી હતી. તેણે ત્રણ ભાઈઓ આયુષ (12), અહાન ઉર્ફે હની (8) અને પિયુષ (10) પર ચાકૂના વાર કર્યા હતા. જેમાં આયુષ અને અહાનના મોત નીપજ્યા હતા. જ્યારે પિયુષને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….