Ahmedabad/ શાહ આલમમાં અસામાજિક તત્વએ દુકાનમાં તોડફોડ કરી, CCTV માં ઘટના થઈ કેદ

અમદાવાદમાં કાયદા નામની કોઈ વસ્તુ જ હવે રહી નથી તેવું શહેરમાં બની રહેલા ગુનાહિત બનાવોને જોતા લાગી રહ્યું છે.

Ahmedabad Gujarat
a 310 શાહ આલમમાં અસામાજિક તત્વએ દુકાનમાં તોડફોડ કરી, CCTV માં ઘટના થઈ કેદ

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં આવેલી મદીના મસ્જિદ પાસે ગઈ કાલે મોડી સાંજે ૯:૦૦ વાગ્યાની આસપાસ અલી અબ્બાસ સૈયદ નામના અસામાજીક ઈસમે જાહેરમાં છરી લઈને ભારે આતંક મચાવ્યો હતો. ચા ની કીટલી અને કરિયાણા ની અલગ અલગ દુકાનો ધરાવતા શહેન શાહ નામના ધંધાર્થી ની સાથે આરોપીએ નજીવી બાબતમાં માથાકુટ કરી હતી.

જે માથાકૂટમાં આરોપી અચાનક વધારે ઉશ્કેરાઈ જતાં તેણે પોતાની પાસે રહેલી છરી દેખાડીને દુકાનદાર અને તેમના કારીગરને જાનથી મારી નાખવાની ધમકી આપીને હતી. એટલું જ નહિ દુકાનદાર અને કારીગરને માર માર્યો બાદ તેમની દુકાનમાં રહેલા કોમ્પ્યુટર અને મોબાઇલ ની તોડફોડ કરી હતી.

અસામાજિક તત્વ ની આવી ક્રૂરતા જોઈને દુકાનદાર ગભરાઈ ગયો હતો. અને તેણે પોલીસનો સંપર્ક કરતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો. દુકાનદારે આરોપી અલી અબ્બાસ સૈયદ સામે મારામારી ની અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ ઈસનપુર પોલીસ આ મામલે તપાસ હાથ ધરી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો