Breaking News/ પુરીમાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રા દરમ્યાન બની વિસ્ફોટની દુર્ઘટના, અનેક શ્રદ્ધાળુઓ થયા ઘાયલ

ઓડિશામાં પુરીમાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રા દરમ્યાન વિસ્ફોટની દુર્ઘટના બનવા પામી. ચંદન યાત્રા દરમ્યાન ફટાકડાના કારણે વિસ્ફોટ થયો.

Top Stories India Breaking News
Capture 6 પુરીમાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રા દરમ્યાન બની વિસ્ફોટની દુર્ઘટના, અનેક શ્રદ્ધાળુઓ થયા ઘાયલ

ઓડિશામાં પુરીમાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રા દરમ્યાન વિસ્ફોટની દુર્ઘટના બનવા પામી. ચંદન યાત્રા દરમ્યાન ફટાકડાના કારણે વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ દુર્ઘટનામાં 15 શ્રદ્ધાળુઓ દાઝી ગયા હતા, જેમાંથી ચારની હાલત નાજુક હોવાનું કહેવાય છે. રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની ચંદન યાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નરેન્દ્ર પુષ્કરિણી સરોવરના કિનારે સેંકડો લોકો ચંદન યાત્રા ઉત્સવ જોવા માટે એકઠા થયા હતા. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે નરેન્દ્ર પુષ્કરિણી સરોવર ખાતે ચંદન યાત્રા પર્વ માટે સેંકડો લોકો એકઠા થયા હતા. આ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા  ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જેમાંથી એક તણખો ફટાકડાના ઢગલામાં પડી ગયો હતો. જેના કારણે વિસ્ફોટ થયો હતો.  સળગતા ફટાકડા લોકો પર પડવા લાગ્યા જેના કારણે ઘણા લોકો પોતાને બચાવવા માટે જળાશયમાં કૂદી પડ્યા. આ વિસ્ફોટમાં અનેક લોકો ગંભીરપણે ઘાયલ થયા. ઇજાગ્રસ્ત થયેલ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પુરીમાં બનેલ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કર્યું અને કહ્યું કે, “પુરી ચંદન યાત્રા દરમિયાન નરેન્દ્ર પુષ્કરિણી દેવી ઘાટ પર થયેલા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં અનેક લોકોના ઘાયલ થવાના સમાચારથી તેઓ દુઃખી થયા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું ઘાયલ થયેલા લોકો જલદી સ્વસ્થ થઈને ઘરે પાછા ફરે.”

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા

પુરીમાં ચંદન યાત્રા દરમિયાન ભયાનક અકસ્માત, ફટાકડામાં વિસ્ફોટને કારણે 30 દાઝી ગયા હતા. જેમાં એક સગીર સહિત બેના મોત થયા હતા. પોલીસે જણાવ્યું છે કે તમામ ઘાયલોને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 15 વર્ષના સગીર સહિત ત્રણ લોકોના મોત થયા છે.  વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને પહેલા પુરી જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, અહીં બર્ન યુનિટ ન હોવાને કારણે, તેને ગંભીર હાલતમાં કટક SCB મેડિકલ અને ભુવનેશ્વરની કેટલીક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો હતો.

ગુરુવારે મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો જેઓ ઘાયલ પરિવારના સભ્યો સાથે અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા. પુરીના એસપી પિનાક મિશ્રાએ કહ્યું છે કે આવી ઘટના ચંદન યાત્રા દરમિયાન બની હતી. ગંભીર રીતે ઘાયલોને કટક ખસેડવામાં આવ્યા છે. લોકોને સારી સારવાર મળે તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ઘટનાની તપાસ કરવામાં આવશે.

ઘાયલોની સારવારની જવાબદારી રાજ્ય સરકારે લીધી
મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેમણે તેમના મુખ્ય વહીવટી સચિવ અને જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ઘાયલોનો ખર્ચ પણ ઉઠાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IRDAI હેલ્થ ઇન્સ્યોરન્સ મામલે લીધો મહત્વનો નિર્ણય, 1 કલાકમાં જ આપવી પડશે કેશલેસ ટ્રીટમેન્ટની મંજૂરી

આ પણ વાંચો: PM મોદીના કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન મામલે વિપક્ષના પ્રહાર, ટેલિકાસ્ટ પર કરશે ફરિયાદ

આ પણ વાંચો: લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?