Not Set/ રાજકોટમાંથી યુવાનો માટે સામે આવ્યો આંખ ઉઘાડનારો કિસ્સો, વાંચીને તમે પણ..

યુવાનો પરીક્ષામાં પાસ થઇ જતા હોય છે તો બીજી બાજુ યુવાનોને યોગ્ય સફળતા ન મળતા તેઓ નાસીપાસ પણ થઇ જતા હોય છે, જેના કારણે તેઓ ન ભરવાનું પગલું…

Gujarat Rajkot
યુવાનો

આજનો 21 મી સદીનો યુગ એ ટેકનોલોજી, ફાસ્ટ લાઈફ અન સ્પર્ધાનો યુગ છે, જ્યાં આજકાલના યુવાનોએ પોતાના જીવનમાં કંઇક કરી બતાવવા માટે પરીક્ષા પાસ કરવાની છે. જેમાં કેટલાક યુવાનો પરીક્ષામાં પાસ થઇ જતા હોય છે તો બીજી બાજુ યુવાનોને યોગ્ય સફળતા ન મળતા તેઓ નાસીપાસ પણ થઇ જતા હોય છે, જેના કારણે તેઓ ન ભરવાનું પગલું માંડે છે. આ જ અરસામાં રાજ્યના ૪ મોટા શહેરોમાંના એક એવા રાજકોટમાં પોલીસની પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં યુવકે આપઘાત કરી લીધો છે.

આ પણ વાંચો : વડોદરામાં સ્ટડી રૂમમાં બે જોડિયા ભાઈઓએ કર્યો આપઘાત, એકનું મોત

હકીકતમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી અનેક યુવાનો અને યુવતીઓ જોરદાર મહેનત કરી રહ્યા છે, પરંતુ આ પરીક્ષામાં રાજકોટમાં એક યુવાનને સફળતા ન મળતા તેને લીલી સાજડિયાણી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અંગે મળતી વિગતો મુજબ, સરકાર દ્વારા જાહેર કરાયેલી પોલીસ ભરતીની રાજકોટના લીલી સાજડિયાણી ગામનો નિકુંજ નામનો યુવક પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ આ પરીક્ષામાં ભરતીની દોડમાં નાપાસ થતા યુવાન નાસીપાસ થયો હતો અને જાણે જિંદગીના તમામ દ્વાર બંધ થઈ ગયા હોય તેમ તેને કોઈ રસ્તો ન દેખાતા યુવકે ઝેરી દવા પીધી હતી અને ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આજે સારવાર દરમિયાન મોત થયું છે.

આ પણ વાંચો :વાઇબ્રન્ટ ગુજરાત – 2022ને લઈ સરકાર થઈ સક્રિય, દુનિયાના 9 દેશો કન્ટ્રી પાર્ટનર બનવા માટે થયા તૈયાર

આપને જણાવી દઈએ કે, દેશમાં કે ગુજરાતભરમાં આ પહેલો કિસ્સો નથી કે જ્યાં જીવનની પરીક્ષામાં નાસીપાસ થઈને યુવકો આત્મહત્યા કરી રહ્યા છે, જેથી આજના યુવાનો માટે જરૂરી છે કે, આ જિંદગીની પરીક્ષા નથી, તમે આ પરીક્ષામાં નાપાસ થયો છો તેનો મતલબ એવો નથી કે તમારા માટે દરેક જગ્યાએ દ્વાર બંધ થઈ ગયા છે. જેથી યુવાનો માટે જરૂરી છે કે, તેઓ પોતાની જીંદગીમાં અથાક મહેનત અને પરિશ્રમ થકી પોતાના જીવનમાં અચૂક સફળતા મેળવશે.

આ પણ વાંચો :ભુલવણ ગામે ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો, જમણવાર બાદ 5 લોકોના થયા મોત

આ પણ વાંચો :ભાવનગરમાં ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, એકનું મોત

આ પણ વાંચો : ધ્રાંગધ્રાનાં પૂર્વ MLA અને પુર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાના પત્નીનું નિધન