Not Set/ કોરોનાને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા મુસાફરોનું સ્કેનીંગ ફરજિયાત
પ્રવાસીઓઓએ RTPCR ટેસ્ટ કરાવવો પડશે

Top Stories
download 4 1 કોરોનાને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા મહારાષ્ટ્રથી આવતા મુસાફરો માટે મહત્વનો  નિર્ણય કર્યો છે જેમાં મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓએ ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે.  તેમજ મુસાફરોનું સ્કેનીંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે જો રિપોર્ટ નેગેટીવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ મળશે તેવું પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

download 3 1 કોરોનાને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ફાઈલ ફોટો

મહારાષ્ટ્રમાં વધી રહેલ કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાંથી આવતા પ્રવાસીઓનું સ્કેનીંગ ફરજિયાત કરવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જ્યરે પ્રવાસીઓએ ગુજરાતમાં પ્રવેશ કરવો હોય તો ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવો પડશે. તેમજ ૭૨ કલાક અગાઉનો RTPCR રિપોર્ટ માન્ય રહેશે અને રિપોર્ટ નેગેટીવ આવશે તો જ ગુજરાતમાં પ્રવેશ આપવાનો સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

download 2 1 કોરોનાને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ફાઈલ ફોટો

રાજસ્થાનના આબુમાં પણ પ્રવેશ વખતે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં વધતા કોરોનાના કેસને ધ્યાને લઈને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ સમયે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવતા કોરોના સંક્રમિત દર્દીને વધુ સંક્રમણ ફેલાવતો અટકાવી શકાય.