Mahisagar/ શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો, શાળાના આચાર્યએ શિક્ષિકાને પણ ના છોડી!

મહીસાગર જિલ્લામા શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો આવ્યો સામે આવ્યો છે.

Gandhinagar Gujarat Trending
YouTube Thumbnail 2023 10 29T160946.587 શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો, શાળાના આચાર્યએ શિક્ષિકાને પણ ના છોડી!

મહીસાગર જિલ્લામા શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો આવ્યો સામે આવ્યો છે. બાલાસિનોર તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જ શિક્ષિકાની છેડતી કરી છે. આ મામલે બાલાસિનોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી અનુસાર, બાલાસિનોર તળાવ દરવાજા પ્રાથમિક શાળાના શાળાના આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી હતી. આચાર્યની આ હરકતોથી ત્રસ્ત વિધર્મી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે, બાલાસિનોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આચાર્યએ નાબાલીક બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. એક મહીના પહેલા જ જાનવર સ્કૂલમા આચાર્યએ વિદ્યાર્થીની જ્યારે લુણાવાડા બજારમાં ખરીદી માટે આવી હતી, ત્યારે ઘરે ચા પીવા બહાને અન્ય વ્યક્તિ ઘરે લઈ જઇ તકનો લાભ ઉઠાવી 17 વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો, શાળાના આચાર્યએ શિક્ષિકાને પણ ના છોડી!


આ પણ વાંચો: IND Vs ENG Live/ ભારતને ત્રીજો ઝટકો, વિરાટ કોહલી બાદ ઐય્યર પણ આઉટ

આ પણ વાંચો: Kerala Blast/ શું કેરળ સિરિયલ બ્લાસ્ટ હમાસના આતંકી ખાલિદ મશાલ સાથે જોડાયેલો છે?

આ પણ વાંચો: Suicide/ કોંગ્રેસના MLA સહિત ત્રણ લોકોના કારણે જીવ ટૂંકાવું છું… જૂનાગઢના ચોરવાડમાં યુવકનો આપઘાત