અમેરિકા/ ભારતીય મૂળની વિધાર્થિનીએ રચ્યો ઇતિહાસ, સંયુક્ત રાષ્ટમાં અમેરિકાનું કર્યું પ્રતિનિધિત્વ

મૂળ રાજસ્થાનના કોટાની વતની અને નવમા ધોરણમાં  વિદ્યાર્થિની અક્ષિતા ઠાકુરને યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સમાં અમેરિકાની યજમાની કરવાની તક મળી હતી

Top Stories World
11 ભારતીય મૂળની વિધાર્થિનીએ રચ્યો ઇતિહાસ, સંયુક્ત રાષ્ટમાં અમેરિકાનું કર્યું પ્રતિનિધિત્વ

અમેરિકામાં વધુ એક ભારતીય મૂળના વિદ્યાર્થીએ દેશનું ગૌરવ વધાર્યું છે. મૂળ રાજસ્થાનના કોટાની વતની અને નવમા ધોરણમાં  વિદ્યાર્થિની અક્ષિતા ઠાકુરને યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સમાં અમેરિકાની યજમાની કરવાની તક મળી હતી.અક્ષિતાએ 17 થી 21 જાન્યુઆરી વચ્ચે પ્રાગમાં આયોજિત ક્લાઈમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં તમામની સામે ક્લાઈમેટ ચેન્જ સંબંધિત વિષય પર પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. ભારતીય મૂળની વિદ્યાર્થિની અક્ષિતા ઠાકુરને પ્રાગમાં આયોજિત આ કોન્ફરન્સમાં ભાગ લેવાનો મોકો મળ્યો. અમેરિકામાંથી અક્ષિતા સહિત કુલ 16 બાળકોની પસંદગી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આ સંયુક્ત રાષ્ટ્ર પરિષદ માટે ધોરણ 9 થી ધોરણ 12 સુધીના 400 થી વધુ શાળાના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી 22 વિદ્યાર્થીઓને બાદમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમને આ કોન્ફરન્સમાં ભાગ લેવાની તક આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અક્ષિતાએ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં બધાની સામે પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને વોઈસ વોટથી પસાર કરવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે અક્ષિતા મૂળ રાજસ્થાનના કોટાની છે. અક્ષિતા કોટાના કૈથુનીપોલના રહેવાસી અક્ષય ઠાકુર અને રિતુ ઠાકુરની પુત્રી છે. અક્ષય હાલમાં અમેરિકાના ન્યુ જર્સીમાં કામ કરે છે. અક્ષિતા ન્યૂ જર્સીમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે