Accident/ વલસાડનાં પીળું ફળિયા નજીક ટ્રકની અડફેટે મોપેડ આવી જતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત

રાજ્યમાં રોજને રોજ કોઇને કોઇ બનાવમાં કોઇને કોઇ વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત નોંધવામાં આવે છે. જો કે, આ આંકડો હાલનાં સમયમાં અત્યંત વધી રહ્યો હોવાનું પણ જોવામાં આવી રહ્યું છે.

Gujarat Others
Untitled વલસાડનાં પીળું ફળિયા નજીક ટ્રકની અડફેટે મોપેડ આવી જતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત

રાજ્યમાં રોજને રોજ કોઇને કોઇ બનાવમાં કોઇને કોઇ વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત નોંધવામાં આવે છે. જો કે, આ આંકડો હાલનાં સમયમાં અત્યંત વધી રહ્યો હોવાનું પણ જોવામાં આવી રહ્યું છે. માતેલ સાંઢ જેવા તોતીંગ ટાયરો કોઇને કોઇ વ્યક્તિને પોતાના બેજવાબદાર ડ્રાઇવીંગનાં કારણ કુચ્ચડી રહ્યા છે. આવી જ એક ઘટના ફરી પાછી વલસાડમાંથી સામે આવી.

વલસાડના અબ્રામા રાજન નગરમાં રહેતું વૃદ્ધ દંપતી પોતાની મોપેડ બાઇક પર પોતાનાં કોઇ સંબંધીના ઘરે ખરખરો કરવા જઈ રહ્યુ હતું અને રસ્તામાં દંપતીને જ યમરાજનો ભેટો થઇ ગયો અને અકસ્માત સર્જાતા વૃદ્ધ દંપતીમાંથી વૃદ્ધાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હોવાનું સામે આવ્યું.

d03 1612254052 વલસાડનાં પીળું ફળિયા નજીક ટ્રકની અડફેટે મોપેડ આવી જતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે વૃદ્ધ દંપતીના મોપેડને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો જેમા ઘટના સ્થળે વૃદ્ધાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસ અને 108ની ટીમને કરવામાં આવતાની સાથે જ બનેં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનામાં ઘાયલ વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…