પશુપાલકોમાં આનંદો/ અમૂલ ડેરીએ દુધના ભાવમાં કર્યો વધારો, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોએ કર્યો આટલો વધારો

અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કર્યો છે.  આપને જણાવીએ કે, પ્રતિ કિલો ફેટે રૂપિયા 30નો વધારો કરાયો છે.

Gujarat Others Trending
Untitled 76 અમૂલ ડેરીએ દુધના ભાવમાં કર્યો વધારો, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોએ કર્યો આટલો વધારો

પશુપાલકો માટે આનંદના સમાચાર આવ્યા છે. અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કર્યો છે.  આપને જણાવીએ કે, પ્રતિ કિલો ફેટે રૂપિયા 30નો વધારો કરાયો છે. જેને લઈ અમૂલ સાથે જોડાયેલા 7 લાખ પશુપાલકોને ફાયદો થશે.પહેલા પ્રતિકિલો ફેટે 820 હતા જે હવે વધીને 850 કરવામાં આવ્યા છે. નવો ભાવ વધારો 11 ઓગસ્ટથી અમલી બનશે. ભાવ વધારાથી આણંદ, ખેડા,  મહીસાગર જિલ્લાની દૂધ મંડળીના લાખો ખેડૂતોને લાભ થશે.

આ ખરીદ ભાવના વધારાને લઈને અમૂલ ડેરી સાથે સંકળાયેલા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. આ વર્ષે પશુઓના ખોરાકના ખર્ચમાં અંદાજીત 15 થી 20% જેટલો વધારો થયેલો છે. જેથી ઘાસચારા સાથે સાથે દાણના ભાવમાં પણ વધારો થયો હોવાથી પશુપાલકોનું આર્થિક ભારણ વધ્યુ છે. જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રુપિયા 30નો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભેંસના દૂધના 1.85 થી 2.16 રૂપિયા પ્રતિ લીટર તેમજ ગાયના દૂધમાં 1.29થી 1.36 રૂપિયા પ્રતિલીટર વધારો કરવામાં આવ્યો છે.

સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 820 રૂપિયા હતો જેમાં 30 રૂપિયાનો વધારો કરી 850 રૂપિયા પ્રતિ કિલો ફેટે કરાયો છે. આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અમૂલ ડેરીના આ નિર્ણયથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે.

આ પણ વાંચો:દરિયાકાંઠાના ખેડૂતો માટે CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય, જાણો શું આપી સહાય

આ પણ વાંચો:રાજકોટ જંકશન રેલવે પ્લેટફોર્મ પર ચોરને પકડવા ગયેલા હેડ કોન્સ્ટેબલનું ટ્રેનની ઠોકરે કરૂણ મોત

આ પણ વાંચો:તાપી-સોનગઢના ગુણસરા ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની રાજ્ય કક્ષાની થશે ઉજવણી

આ પણ વાંચો:વિદ્યાનાધામમાં ગાંજાની ફેક્ટરી, ગુજરાત યુનિવર્સિટીમાં નશાના છોડ