Not Set/ ગાયિકા ભૂમિ પંચાલ કેસ મામલો, અન્ય ગાયિકાના ફોટા વાયરલ થતા ખુલાસો

મંતવ્ય ન્યૂઝ, અમદાવાદની ગાયિકા ભૂમિ પંચાલ કેસને લઈને સોશિયલ મીડિયામાં અન્ય એક ગુજરાતી ગાયિકાના ફોટા વાયરલ થયા હતા. જે ભૂમિ પંચાલના ફોટા વાયરલ થયા છે તે પણ ગાયિકા જ છે અને અમદાવાદની છે. ખોટી રીતે પોતાના વાયરલ થયેલા ફોટાને લઈને ભૂમિ પંચાલે ખુલાસો કર્યો છે અને પોતાનાં વકિલ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત […]

Ahmedabad Gujarat
ભૂમિ પંચાલ ગાયિકા ભૂમિ પંચાલ કેસ મામલો, અન્ય ગાયિકાના ફોટા વાયરલ થતા ખુલાસો

મંતવ્ય ન્યૂઝ,

અમદાવાદની ગાયિકા ભૂમિ પંચાલ કેસને લઈને સોશિયલ મીડિયામાં અન્ય એક ગુજરાતી ગાયિકાના ફોટા વાયરલ થયા હતા. જે ભૂમિ પંચાલના ફોટા વાયરલ થયા છે તે પણ ગાયિકા જ છે અને અમદાવાદની છે. ખોટી રીતે પોતાના વાયરલ થયેલા ફોટાને લઈને ભૂમિ પંચાલે ખુલાસો કર્યો છે અને પોતાનાં વકિલ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદનાં વસ્ત્રાલમાં રહેતી ગુજરાતી સિંગર ભૂમિ ડાહ્યાભાઈ પંચાલ અને તેના પરિવારે મળી એક યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની પોલીસ સ્ટેશનમાં 29મી એપ્રિલે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં એક યુવકને વસ્ત્રાલના પાસે સમાધાન માટે બોલાવી ભૂમિ પંચાલ, તેના ભાઈ અને પિતાએ માર માર્યો હોવાનું સામે આવ્યું હતુ. જે બાબતનું યુવકને લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવકને સારવાર માટે LG હોસ્પિટલ દાખલ કરાયો હતો. આ મામલે રામોલ પોલીસ ભૂમિ પંચાલ સહિત ચારની ધરપકડ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં અન્ય એક ભૂમિ પંચાલના ફોટો વાયરલ થતા તેમણે આજે ખુલાસો કર્યો હતો.