Not Set/ આણંદના યુવકની અમેરિકામાં હત્યા, લૂંટારાએ ગોળી મારીને ઉતાર્યો મોતને ઘાટ

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો છે. લૂંટ કરવા આવેલા શખ્સોએ આણંદના પ્રયેસ પટેલ નામની યુવકની ગોળી મારી હત્યા કરી છે.

Gujarat Others
હત્યા
  • અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા
  • વિદ્યાનગરના વ્યક્તિની ગોળી મારી થઈ હત્યા
  • મૃતક ભાજપ શહેર સંગઠન પ્રમુખ તેજસ પટેલનો ભાઈ
  • પ્રેયસ પટેલ USAમાં તેમને પીટર નામે ઓળખતો હતો

અમેરિકામાં દિવસેને દિવસે ભારતીઓ પર હુમલાની ઘટના વધી રહી છે, ખાસ કરીને ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ફરી એકવાર આવી ઘટના પ્રકાસમાં આવી છે. અમેરિકાના વર્જિનિયા ખાતે હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.  લૂંટના ઇરાદે ત્રાટકેલા શખ્સોએ ગુજરાતી યુવકને પોઇન્ટ બ્લેકથી ગોળી ધરબી હત્યા કરી નાખી હતી. આણંદના યુવકની હત્યા કરાઈ હોવાના વવાડ વતનમાં વહેતા થતા પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો છે. મૃતક યુવક આણંદના ભાજપના નેતાનો ભાઈ હોવાનું સામે આવ્યું છે.

a 61 આણંદના યુવકની અમેરિકામાં હત્યા, લૂંટારાએ ગોળી મારીને ઉતાર્યો મોતને ઘાટ

આણંદના મૂળ સોજીત્રાનાં પ્રેયસ પટેલની અમેરિકામાં હત્યા થઈ છે. અમેરિકાના વર્જિનિયામાં ગુજરાતી વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રેયસ પટેલ કિનક્રિક પાર્ક વેમાં સ્ટોર ધરાવતો હતો. તે ક્રિનિકિક પાર્ક વેમાં આવેલ 1400 બ્લોક પર 7 ઇલેવન નામનો સ્ટોર ચલાવતો હતો. બુધવારે પ્રેયસ પટેલ તેના સ્ટોર પર બેસ્યો હતો, તેની સાથે એક કર્મચારી પણ હતો. ત્યારે તેના સ્ટોરમાં અચાનક લૂંટારુઓ આવી ચઢ્યા હતા. જેઓએ અચાનક ગોળીઓ વરસાવી હતી. આ ઘટનામાં પ્રેયસ પટેલ અને એ કર્મચારીને ગોળી વાગી હતી.

a 61 1 આણંદના યુવકની અમેરિકામાં હત્યા, લૂંટારાએ ગોળી મારીને ઉતાર્યો મોતને ઘાટ

આ તપાસ દરમિયાન ગુરુવારે સવારે ઘટનાસ્થળે પોલીસ એક કામદારે પૂછતાં તેમણે મૃતક પ્રેયસ પટેલ સ્ટોરનો માલિક હોવાનું અને થોમસ સ્ટોરનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું.આ મામલે પોલીસે સ્થાનિકોના નિવેદનો નોંધી તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે વધુ એક ગુજરાતીની અમેરિકામાં ગેસ સ્ટેશન પર પોઇન્ટ બ્લૅકથી ગોળી મારી હત્યા કરાતા વતનમાં હાડકંપ મચી ગયો છે. પ્રેયસના ભાઈ અને માતા પિતા દીકરાના મોતના ખબર બાદ અમેરિકા જવા રવાના થયા હતા.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે,જાણો સમગ્ર કાર્યક્રમ

આ પણ વાંચો:ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી,59 બેઠકો માટે પ્રભારીઓની કરી

આ પણ વાંચો:ભાવનગરની સૌથી મોટી હોસ્પિટલમાં ગંદકીને કારણે દર્દીઓ પરેશાન