Politics/ આનંદીબેન MP નાં ગવર્નર પદ પરથી મુકત, જાણો કોણ બનશે નવા ગવર્નર

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મધ્યપ્રદેશનાં ગવર્નર પડ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મંગુભાઇ પટેલ મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી બન્યા છે. 

Top Stories India
11 144 આનંદીબેન MP નાં ગવર્નર પદ પરથી મુકત, જાણો કોણ બનશે નવા ગવર્નર
  • આનંદીબેન MPનાં ગવર્નરમાંથી મુકત
  • ગુજરાતનાં પૂર્વ મંત્રી મંગુભાઇ પટેલ બન્યાં MPનાં નવા ગવર્નર
  • યૂપીનાં ગવર્નર આનંદીબેન પાસે હતો ચાર્જ
  • હવે MPને મળ્યા રેગ્યુલર ગવર્નર
  • ટૂંક સમયમાં મંગુભાઇ સંભાળશે ચાર્જ

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મધ્યપ્રદેશનાં ગવર્નર પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ગુજરાતનાં ભૂતપૂર્વ ધારાસભ્ય મંગુભાઇ પટેલ મધ્યપ્રદેશનાં ગવર્નર બન્યા છે.

11 139 આનંદીબેન MP નાં ગવર્નર પદ પરથી મુકત, જાણો કોણ બનશે નવા ગવર્નર

કંટ્રોલરૂમનો સંપર્ક તૂટ્યો / રશિયામાં મુસાફરી વિમાન સંપર્ક વિહોણુ, દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાની આશંકા

આપને જણાવી દઇએ કે, આનંદીબેન પટેલ કે જેઓ છેલ્લા ઘણા સમયથી મધ્યપ્રદેશનાં ગવર્નરનું પદ સંભાળી રહ્યા હતા, જેમને આજે મુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશનાં રેગ્યુલર ગવર્નર બનાવવામાં આવ્યા છે. હવે ટૂંક સમયમાં મંગુભાઇ આ ચાર્જને સંભાળશે. ઉલ્લેખનીય છે કે, 21 જુલાઇ 2020 નાં રોજ લાલજી ટંડન કે જેઓ મધ્યપ્રદેશનાં ગવર્નર હતા, તેમના અવસાન બાદ આનંદીબેન પટેલને વચગાળાનાં ગવર્નર બનાવવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, ભૂતકાળમાં આનંદીબેન પટેલ આ પહેલા પણ મધ્યપ્રદેશનાં રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ બનતા પહેલા તેઓ 23 જાન્યુઆરી 2018 થી 28 જુલાઇ 2019 સુધી મધ્યપ્રદેશનાં રાજ્યપાલ હતા.

11 140 આનંદીબેન MP નાં ગવર્નર પદ પરથી મુકત, જાણો કોણ બનશે નવા ગવર્નર

કંટ્રોલરૂમનો સંપર્ક તૂટ્યો / રશિયામાં મુસાફરી વિમાન સંપર્ક વિહોણુ, દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાની આશંકા

આપને જણાવી દઈએ કે, મંગુભાઇ પટેલ ગુજરાતમાં નવસારીથી પાંચ વખત અને અન્ય વિસ્તારોમાંથી એક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ સાથે, તેઓ મોદી કેબિનેટમાં વન અને પર્યાવરણ મંત્રી રહી ચૂક્યા છે. મંગુભાઇ દક્ષિણ ગુજરાતનાં અગ્રણી આદિવાસી નેતા માનવામાં આવે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…