Samras Hostel/ આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો

આણંદની સમરસ હોસ્પિટલમાં વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો છે. હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ તેમને કેટલાય સમયથી ખાઈ ન શકાય તેવું ભોજન આપવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે.

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 02 23T125847.883 આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો

આણંદઃ આણંદની સમરસ હોસ્ટેલમાં (Samras Hostel) વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો છે. હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ તેમને કેટલાય સમયથી ખાઈ ન શકાય તેવું ભોજન આપવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે. તેની સાથે હોસ્ટેલના સંચાલકો પણ તેમની સાથે યોગ્ય વર્તણૂક ન કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. તેમનું કહેવું છે કે હોસ્ટેલના સંચાલકોના અયોગ્ય વ્યવહાર અને ખરાબ ભોજન અંગે વારંવાર ફરિયાદ કરી હોવા છતાં પણ અને વારંવાર આવેદન પત્ર આપવામાં આવ્યું હોવા છતાં પણ તેના પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

વિદ્યાર્થીનીઓના આ આંદોલનને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ પણ સમર્થન આપ્યું છે. એબીવીપીએ (ABVP) હોસ્ટેલની બહાર તંત્રની સામે નારા લગાવ્યા હતા. વિદ્યાર્થીનીઓના આંદોલન અને તેને એબીવીપીના સમર્થનના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. વિદ્યાર્થીનીઓના આંદોલનના સમાચાર મળતા જ નાયબ નિયામક એચ આર પરમાર સમરસ હોસ્ટેલ પર પહોંચ્યા હતા. વિદ્યાર્થીનીઓએ નાયબ નિયામકની આકરી ઝાટકણી કાઢી હતી. તેની સાથે તંત્ર કેવું લોલમલોલ ચાલે છે તેની સતત ફરિયાદો કરી હતી.

આ સાથે પુરવાર થયું છે કે સમરસ હોસ્ટેલમાં કશું સમરસ નથી. વિદ્યાર્થીનીઓ હોબાળો મચાવ્યો એટલે સમજી શકાય કે કેટલી હદ સુધી સ્થિતિ વણસી ગઈ હશે. આમ સરકાર તો સગવડો પૂરી પાડે છે, પરંતુ તે સગવડોનું સંચાલન કરનારા એટલી ખરાબ રીતે સંચાલન કરે છે કે જેના માટે આ સગવડો છે તેણે રીતસર આ સગવડો તેને યોગ્ય રીતે મળે તે માટે આંદોલન પર ઉતરવું પડે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ