Not Set/ ધાનેરામાં આંગણવાડી કર્મચારીઓ પગાર વિહોણા, ટ્રસ્ટ પગારમાંથી કમાય છે વ્યાજ

ધાનેરા તાલુકા માં 195 આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યા છે જેમાં 167 આંગણવાડી કાર્યકર અને 195 તેડાગર ફરજ બજાવી રહ્યા છે. આ તમામ આંગણવાડીને સરકાર દ્રારા ખાનગીકરણ કરીને સહર્ષ મહિલા પ્રગતિ ટ્રસ્ટને આપવામાં આપી છે અને આ ટ્રસ્ટ દ્રારા સમયસર પગાર કે બિલો કાઢવામાં આવતા ન હોવાથી આંગણવાડીની હાલત કફોડી બની છે અનેકોવાર રજૂઆત કરવા છતાં […]

Gujarat Others
WhatsApp Image 2019 06 16 at 12.48.07 PM ધાનેરામાં આંગણવાડી કર્મચારીઓ પગાર વિહોણા, ટ્રસ્ટ પગારમાંથી કમાય છે વ્યાજ

ધાનેરા તાલુકા માં 195 આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યા છે જેમાં 167 આંગણવાડી કાર્યકર અને 195 તેડાગર ફરજ બજાવી રહ્યા છે. આ તમામ આંગણવાડીને સરકાર દ્રારા ખાનગીકરણ કરીને સહર્ષ મહિલા પ્રગતિ ટ્રસ્ટને આપવામાં આપી છે અને આ ટ્રસ્ટ દ્રારા સમયસર પગાર કે બિલો કાઢવામાં આવતા ન હોવાથી આંગણવાડીની હાલત કફોડી બની છે અનેકોવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવતું ન હોવાથી આજે ગાયત્રી મંદિર ખાતે યુનિયન પ્રમુખ ચંપાબેન પરમારની હાજરીમાં મીટિંગમાં ઉગ્ર રજૂઆત અને ઉપવાસ આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વધુમાં વાત કરવામાં આવે તો ધાનેરા આંગણવાડી કાર્યકરો અને તેડાગરનો પગાર 2.12 કરોડ જેટલો થાય છે. નોર્મલ વ્યાજ પણ 1% લેખે 2.12 લાખ જેટલું થાય છે. એક કાર્યકરે નામ ન આપવાની સરતે વાત કરતા જાણવ્યું કે, આ ટ્રસ્ટ અમારા પગારમાંથી વ્યાજ કમાય છે, પ્રોગ્રામ ઓફિસર અને ટ્રસ્ટ સંચાલકની મિલી ભગતથી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને બિલો પણ પાસ કરાવવામાં આ ટ્રસ્ટ ટકાવારીની માંગણી કરી રહ્યું છે. જ્યારે અમે આ બાબતે ધાનેરા સી.ડી.પી.ઓ. જોડે જાણવાનો પ્રયત્ન કર્યો તો તેમણે પણ પગાર ન થયાની અને બિલો ન આવતા હોવાની અને ટ્રસ્ટ વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ ન આવતાની વાત કબૂલી હતી.

શું કહે છે યુનિયન પ્રમુખ ચંપાબેન પરમાર?

WhatsApp Image 2019 06 16 at 12.46.34 PM 1 ધાનેરામાં આંગણવાડી કર્મચારીઓ પગાર વિહોણા, ટ્રસ્ટ પગારમાંથી કમાય છે વ્યાજ

ચંપાબેને  આંગણવાડી મહિલાઓનાં પક્ષે પોતાનું નિવેદન આપતા કહ્યુ કે, મારી પાસે રજૂઆત આવી હતી કે, ધાનેરા તાલુકામાં ખાનગી સંસ્થા દ્વારા આંગણવાડી કેન્દ્રોનુ સંચાલન થઇ રહ્યુ ત્યા પગાર નિયમિત રૂપે થતા નથી. થાય છે એવુ કે આગળનાં બિલો બાકી રહે અને પાછળનાં બિલો મળી જાય છે, આગળનાં પગાર બાકી રહે અને પાછળથી મળી જાય છે, તો જે આગળનાં પગાર છે જે રકમ કરોડોની છે ત્યારે તે ન મળે અને તેનુ માત્ર વ્યાજ જોઇએ તો જ કેટલુ થાય છે. તેમનુ કહેવુ છે કે આ રીતે સંસ્થાવાળા આરામથી 2થી 3 લાખ રૂપિયા કમાય છે. ત્યારે સરકાર શા માટે આવી સંસ્થાઓને રાખે છે તે એક મોટો પ્રશ્ન છે, જો આવુ જ બનતુ રહેશે તો અમે તમામ બહેનો ભૂખ હળતાલ પર જતા રહીશુ. અમે સૌ સંસ્થા વિરુદ્ધ સખત આંદોલન કરીશું અને આંગણવાડી કેન્દ્રોને તાળા લગાવી દઇશુ.

શું કહેવુ છે CDPOનું?

WhatsApp Image 2019 06 16 at 12.46.34 PM ધાનેરામાં આંગણવાડી કર્મચારીઓ પગાર વિહોણા, ટ્રસ્ટ પગારમાંથી કમાય છે વ્યાજ

ધાનેરામાં CDPO તરીકે કાર્યરત મહિલાએ જણાવ્યુ કે, બહેનો તરફથી આ મુદ્દે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો આવી હતી, તે બાબતે અમે ઉપલી કચેરીએ લેખિતમાં અને મૌખિકમાં વારંવાર રજૂઆત કરી છે અને ટ્રસ્ટી સાથે પણ અમે ચર્ચા કરી છે તેમ છતા અત્યારે બે મહિનાનાં પગાર બાકી છે તેવુ બહેનોનું કહેવુ છે ત્યારે અમે આગળ રજૂઆત કરી છે અને તે માંગ પણ કરી છે કે અમને સમયસર પગાર અને બિલો મળે તો અમે આ બહેનોને સમયસર પગાર આપી શકીએ.

હવે જોવાનું એ રહ્યું કે સહર્ષ મહિલા પ્રગતિ ટ્રસ્ટ ક્યારે આ આંગણવાડી કાર્યકરને પગાર ચૂકવવા આગળ આવે છે કે પછી કોઈ આંગણવાડી કાર્યકરોનાં કોઇ મોટા આંદોલનની રાહ જોવે છે એ તો આવનારો સમય જ બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.