Not Set/ અંકલેશ્વર: લક્ષ્મી એન્ટરપ્રાઈઝમાં દરોડા, ઝડપાઈ 440 યુરીયા ખાતરની બેગ

ભરૂચ, ભરૂચ એલસીબી પોલીસની પી.એસ.આઈ એ.એસ.ચૌહાણ તેમજ ટીમ દ્વારા વહેલી સવારે અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ લક્ષ્મી એન્ટરપ્રાઈઝ કંપની યુરિયા ખાતર લઇ આવેલ ટ્રકને જોતા દરોડા પાડ્યા હતા. જ્યાં ટ્રક ચાલાક શબ્બીરહુશેન સાકીરહુશેન આરબ રહે સાગબારા પાસે, જરૂરી બિલ તેમજ ખાતરના અઢાર પુરાવા માંગતા તે સંતોષ કારક જવાબ ના આપી ગલ્લા-ટલ્લા કરવા લાગ્યો હતો. જે આધારે પોલીસે […]

Top Stories Gujarat Others Videos
mantavya 54 અંકલેશ્વર: લક્ષ્મી એન્ટરપ્રાઈઝમાં દરોડા, ઝડપાઈ 440 યુરીયા ખાતરની બેગ

ભરૂચ,

ભરૂચ એલસીબી પોલીસની પી.એસ.આઈ એ.એસ.ચૌહાણ તેમજ ટીમ દ્વારા વહેલી સવારે અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ લક્ષ્મી એન્ટરપ્રાઈઝ કંપની યુરિયા ખાતર લઇ આવેલ ટ્રકને જોતા દરોડા પાડ્યા હતા.

જ્યાં ટ્રક ચાલાક શબ્બીરહુશેન સાકીરહુશેન આરબ રહે સાગબારા પાસે, જરૂરી બિલ તેમજ ખાતરના અઢાર પુરાવા માંગતા તે સંતોષ કારક જવાબ ના આપી ગલ્લા-ટલ્લા કરવા લાગ્યો હતો.

https://www.youtube.com/watch?v=X-f1f4HQ3Ec

જે આધારે પોલીસે ટ્રકમાં રહેલ 50 કિલોની 440 યુરિયા ખાતરની બેગ અંદાજિત 22000 કિલોની રૂપિયા 4.40000ની કિંમતનો ખાતરનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ ટ્રક કિંમત રૂપિયા 6 લાખ મળી કુલ 10.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક શબ્બીર હુશેન આરબની ધરપકડ કરી હતી.

અત્રે ઉલ્લેખીય  છે.કે ઘટનાકંપની સામે કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ખાતરનો જથ્થો સેલવાસ નજીક કંપનીમાંથી આવ્યો હતો. જ્યા થી બિલ્ટી વગર જથ્થો કેવી રીતે મોકલ્યોતે તપાસનો વિષય બનાવ પામ્યો છે.  એલસીબી પોલીસ દ્વારા હાલ 41(1)ડી મુજબ ગુનો નોંધી સી.આર.પી.સી 102 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.