પ્રખ્યાત સમાજસેવક અન્ના સાહેબ હઝારેને પૂનાની એક હોસ્પિટલમાં નાદુરસ્ત તબીયતનાં કારણે દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચારથી સોંપો પડી ગયો હતો. અચાનક 82 વર્ષનાં નવ જુવાન અન્નાને હોસ્પીટલમાં લવાતા શું થયું, શું થયું અને કેમ છે – કેમ છે જેવા સવાલોનું જાણેકે પૂર આવી ગયું છે.
પ્રખ્યાત સમાજસેવક અન્ના સાહેબ હઝારેને શરદી, ઉધરસ અને નબળાઇની ફરિયાદ બાદ મંગળવારે મહારાષ્ટ્રનાં પૂના જિલ્લાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અન્નાના એક નજીકનાં સહાયકે આ માહિતી આપી. તેમણે કહ્યું કે ડોકટરોના જણાવ્યા મુજબ “ચિંતા કરવાની કંઈ વાત નથી” અને 82 વર્ષીય પરોપકારી અન્ના સંપૂર્ણને આરામ કરવાની સલાહ આપી હતી.
અન્નાએ શરદી અને ઉધરશની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ તેમને તપાસ માટે મંગળવારે સવારે અહેમદનગર જિલ્લાના તેમના પૂર્વજોનાં ગામ રેલેગણ સિધિથી પુનાનાં શિરુર તાલુકાની વેદાંત હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અન્નાના એક નજીકના સાથીએ કહ્યું કે તેમની ડોકટરોની ટીમે તપાસ કરી અને બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડોક્ટરોએ કહ્યું છે કે, ‘તેને શરદીને કારણે છાતીમાં ચેપ લાગ્યો હતો, જેના કારણે તેને કફ અને નબળાઇ હતી. જોકે, ડોક્ટરોએ કહ્યું હતું કે હઝારેની તબીયત હાલ સ્થિર છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.
આપને જણાવી દઇએ કે, લોકસભાએ જુલાઈમાં માહિતીનો અધિકાર (આરટીઆઈ) એક્ટમાં એક સુધારો પસાર કર્યો હતો, ત્યારબાદ હઝારેએ કેન્દ્ર સરકાર પર આ પગલા દ્વારા ભારતીય નાગરિકોની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી, પરંતુ જો દેશના લોકો આરટીઆઈ એક્ટની આત્માની સુરક્ષા માટે રસ્તાઓ પર ઉતરશે તો તે પણ તેઓની સાથે આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.