Bollywood/ ચિરંજીવીના 66 માં જન્મદિવસ નિમિત્તે તેમની આગામી ફિલ્મ ભોલા શંકરની જાહેરાત

ચિરંજીવીની ‘ભોલા શંકર’ના ટાઇટલને મહેશબાબુએ જાહેર કર્યું છે. એ વાતનો તેમને ગર્વ છે.

Entertainment
bhola ચિરંજીવીના 66 માં જન્મદિવસ નિમિત્તે તેમની આગામી ફિલ્મ ભોલા શંકરની જાહેરાત

ચિરંજીવીએ ગઈ કાલે તેમનો ૬૬મો બર્થ-ડે સેલિબ્રેટ કરવાની સાથે જ તેમની આગામી ફિલ્મ ‘ભોલા શંકર’ની પણ જાહેરાત કરી છે. તેઓ પહેલી વખત ડિરેક્ટર-સ્ક્રીનરાઇટર મહેર રમેશ સાથે કામ કરી રહ્યા છે. તાજેતરમાં તેમની ‘ગૉડફાધર’ નામની તેલુગુ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. ચિરંજીવીની ‘ભોલા શંકર’ના ટાઇટલને મહેશબાબુએ જાહેર કર્યું છે. એ વાતનો તેમને ગર્વ છે. ફિલ્મના આ ટાઇટલને ટ્વિટર પર શૅર કરીને મહેશબાબુએ ટ્વીટ કર્યું હતું, ‘હૅપી બર્થ-ડે ચિરંજીવી ગારુ. તમારી ફિલ્મ ‘ભોલા શંકર’ના ટાઇટલને જાહેર કરવાનું સન્માન મને મળ્યું છે. આ ફિલ્મ મારા સારા ફ્રેન્ડ મહેર રમેશ ડિરેક્ટ કરશે અને મારા ફેવરિટ પ્રોડ્યુસર અનિલ શંકરા ગારુ પ્રોડ્યુસ કરશે. સર તમારું આવનારું વર્ષ સારું સ્વાસ્થ્ય અને સફળતા લઈને આવે. તમને શુભકામના.

ઉલ્લેખનીય છે કે ચિંરજીવીની આવનાર ફિલ્મની જાહેરાત થતાં તેમના ચોહકો અને મિત્રોમાં એક ઉત્સાહ જોવાx મળ્યો હતો ,ચિરજીવીના જન્મદિવસ નિમિત્તે તેમના ચાહકો અને તેમના મિત્રો સહિત શુભેચ્છકોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.