Cricket/ પાકિસ્તાન પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમની ઘોષણા, નવા ચહેરાઓને મળી તક

વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાન પ્રવાસ પર આગામી મર્યાદિત ઓવરોની સીરીઝ માટે તેમની ટીમની જાહેરાત કરી છે. સીરીઝમાં ત્રણ વનડે અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.

Sports
west indies squad

વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાન પ્રવાસ પર આગામી મર્યાદિત ઓવરોની સીરીઝ માટે તેમની ટીમની જાહેરાત કરી છે. સીરીઝમાં ત્રણ વનડે અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ તમામ મેચ 13 થી 22 ડિસેમ્બર દરમિયાન કરાચીનાં નેશનલ સ્ટેડિયમમાં રમાશે. ત્રણ મેચની ODI સીરીઝ ICC મેન્સ વન ડે સુપર લીગનો ભાગ હશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલમાં ICC મેન્સ વન ડે સુપર લીગમાં આઠમાં નંબર પર છે.

west indies squad

આ પણ વાંચો – IND Vs NZ / ભારતીય ટીમનાં 16 બેટ્સમેન જેમણે પોતાની ડેબ્યૂ મેચમાં ફટકારી હતી સદી, અહી જુઓ તેમની યાદી

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમે પાકિસ્તાનનાં આગામી પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. કેરેબિયન ટીમ કરાચીમાં 13 થી 22 ડિસેમ્બર દરમિયાન ત્રણ વનડે અને માત્ર ત્રણ T20 મેચ રમશે અને આ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. કીરોન પોલાર્ડ ટીમની કેપ્ટનશીપ સંભાળશે અને તેના સિવાય ઘણા દિગ્ગજ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ત્રણ મેચની ODI સીરીઝ ICC મેન્સ વન ડે સુપર લીગનો ભાગ હશે. વર્લ્ડકપ સુપર લીગમાં વેસ્ટ ઈન્ડિઝની આ ચોથી સીરીઝ હશે. લીગની ટોચની સાત ટીમો 2023માં ભારતમાં યોજાનાર વર્લ્ડકપ માટે સીધી ક્વોલિફાય થશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ અત્યારે 13 ટીમમાંથી આઠમાં સ્થાને છે અને તેના માટે આગળ વધવાની આ સુવર્ણ તક છે. આ પ્રવાસ માટે ટીમમાં ઘણા નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્કલોડને ધ્યાનમાં રાખીને જેસન હોલ્ડરને આરામ આપવામાં આવ્યો છે. એવિન લેવિસ, શિમરોન હેટમાયર, આન્દ્રે રસેલ અને લેન્ડલ સિમોન્સ અંગત કારણોસર પ્રવાસ માટે ઉપલબ્ધ ન હતા. ફેબિયન એલન અને ઓબેડ મેકકોય પણ ઈજાનાં કારણે રમી શકશે નહીં.

વેસ્ટ ઈન્ડિઝની વનડે ટીમઃ

કિરોન પોલાર્ડ (C), શાઈ હોપ (W-C), ડેરેન બ્રાવો, શમર બ્રૂક્સ, રોસ્ટન ચેઝ, જસ્ટિન ગ્રીવ્સ, અકીલ હોસેન, અલઝારી જોસેફ, ગુડાકેશ મોતી, એન્ડરસન ફિલિપ, નિકોલસ પૂરન, રોમન રીફર, શેફર્ડ, ઓડિયન સ્મિથ, હેડન વોલ્શ જુનિયર.

west indies squad

વેસ્ટ ઈન્ડિઝની T20 ટીમઃ

કિરોન પોલાર્ડ (C), નિકોલસ પૂરન (W-C), ડેરેન બ્રાવો, રોસ્ટન ચેઝ, શેલ્ડન કોટ્રેલ, ડોમિનિક ડ્રેક્સ, શાઈ હોપ, અકીલ હોસેન, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, ગુડાકેશ મોતી, રોમારિયો શેફર્ડ સ્મિથ, ઓશેન થોમસ, હેડન વોલ્શ જુનિયર.

west indies squad

T20 સીરીઝનું શેડ્યૂલ

પહેલી T20 – 13 ડિસેમ્બર, કરાચી

બીજી T20I – 14 ડિસેમ્બર, કરાચી

ત્રીજી T20 – 16 ડિસેમ્બર, કરાચી

ODI શેડ્યૂલ

પહેલી ODI – 18 ડિસેમ્બર, કરાચી

બીજી ODI – 20 ડિસેમ્બર, કરાચી

ત્રીજી ODI – 22 ડિસેમ્બર, કરાચી