Cricket/ ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન જસપ્રીત બુમરાહે મેચમાં ઈતિહાસ રચ્યો

પાંચમી ટેસ્ટના બીજા દિવસે જ્યારે જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે અજાયબી કરી નાખી. બુમરાહે ઇંગ્લેન્ડના અગ્રણી બોલર સ્ટુઅર્ટ બ્રોડને પછાડ્યો…

Top Stories Sports
IND vs ENG 5t Test

IND vs ENG 5t Test: ભારતીય ક્રિકેટ ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચમાં ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાની સદી બાદ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી હતી. પરંતુ આ બે ખેલાડીઓ કરતાં પણ વધુ જે ખેલાડી આ સમયે ચર્ચામાં છે તે છે ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન જસપ્રીત બુમરાહ. બુમરાહ પાંચમા દિવસે બેટિંગ કરવા ઉતર્યો કે તરત જ તેણે નવો ઈતિહાસ રચી દીધો.

પાંચમી ટેસ્ટના બીજા દિવસે જ્યારે જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે અજાયબી કરી નાખી. બુમરાહે ઇંગ્લેન્ડના અગ્રણી બોલર સ્ટુઅર્ટ બ્રોડને પછાડ્યો હતો. બુમરાહ એક ઓવરમાં 35 રન ફટકાર્યા. ટેસ્ટ ક્રિકેટમાં આ એક ઈતિહાસ છે અને આજ સુધી સૌથી દિગ્ગજ બેટ્સમેન એક ઓવરમાં આટલા રન બનાવી શક્યા નથી.

બુમરાહે આ ઓવરના પહેલા જ બોલ પર બ્રોડને આઉટ કર્યો હતો. આ ઓવરના પહેલા બોલ પર તેણે ચોગ્ગો ફટકાર્યો, જ્યારે બીજા બોલ પર પણ વાઈડથી ચોગ્ગો ફટકાર્યો. બ્રોડે ત્રીજો બોલ નાખ્યો અને બુમરાહે પણ તેના પર સિક્સર ફટકારી. આ પછી બુમરાહે સતત ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી. આ પછી પણ આ ઓવરનો છેલ્લો બોલ બાકી હતો, જેના પર બુમરાહે સિંગલ લઈને સ્ટ્રાઈક બદલી. તે મુજબ, બ્રોડની આ એક ઓવરમાં કુલ 35 રન આવ્યા. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા બ્રાયન લારાએ એક ઓવરમાં 28 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

એક સમયે, પાંચમી ટેસ્ટમાં માત્ર 98 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવનાર ભારતીય ટીમે આ મેચમાં ઓલઆઉટ થયા બાદ 416 રન બનાવી લીધા છે. રિષભ પંતે પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 111 બોલમાં 146 રન બનાવ્યા, જ્યારે જાડેજાએ 83 રન બનાવ્યા. તો અંતે બુમરાહે અણનમ 31 રન કરીને ટીમ ઈન્ડિયાને 400 થી ઉપર પહોંચાડી દીધી.

આ પણ વાંચો: શતરંજ/ ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકમાં આ બાબતો પર થશે ચર્ચા

આ પણ વાંચો: threate/ મૃતક કમલેશ તિવારીની પત્નીને પણ મળ્યો ધમકીભર્યો, ઉર્દૂમાં લખાયેલું હતું – ‘પતિની જગ્યાએ પહોંચાડીશ’