G20 India/ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના સુખદ રોડમેપની આશા સાથે જી-20ના સમાપનની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના સુખદ રોડમેપની આશા સાથે જી-20ના સમાપનની જાહેરાત કરી હતી.

G-20 Top Stories
G20 Graffic વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના સુખદ રોડમેપની આશા સાથે જી-20ના સમાપનની જાહેરાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના સુખદ રોડમેપની આશા સાથે જી-20ના સમાપનની જાહેરાત કરી હતી. તેની સાથે પીએમ મોદીએ તમામ નેતાઓને વિનંતી G20-Modi કરી હતી કે નવેમ્બરના અંતમાં આપણે એક વખત વર્ચ્યુઅલ મીટિંગ કરીએ અને સપ્ટેમ્બરની બેઠક દરમિયાન લીધેલા નિર્ણયોની સમીક્ષા કરીએ. આ બધાની ડિટેલ અમારી ટીમ આપની સાથે શેર કરશે. મને આશા છે કે આપ સૌ જોડાશો. તેની સાથે બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાલિયો લૂલા લા ડી સિલ્વાને જી-20ના આગામી યજમાન પદની જવાબદારી સોંપી.

જી-20ના સમાપનની જાહેરાત કરતા G20-Modi પીએમે જણાવ્યું હતું કે સંપૂર્ણ વિશ્વમાં આશા અને શાંતિનો સંચાર થાય. લગભગ 140 કરોડ ભારતીયોની મંગળકામના સાથે આપ સર્વેનો જી-20 માટે ભારતમાં આગમન બદલ ખૂબ-ખૂબ આભાર.

પીએમ મોદીએ જણાવ્યું હતું કાપ સૌ જાણો G20-Modi છો ભારત પાસે નવેમ્બર સુધી જી20ની અધ્યક્ષતાની જવાબદારી છે. આમ હજી પણ ભારતનું યજમાનપદ પૂરું થવાને અઢી મહિનાનો સમય બાકી છે. આ બે દિવસમાં આપણે સૌએ કેટલીય વાત કરી, પ્રસ્તાવ રજૂ કર્યા, સૂચનો સૂચવ્યા. હવે આપણા બધાની તે જવાબદારી છે કે જે સૂચનો આવ્યા છે તેને ફરી એક વાર જોવામાં આવે અને તેની પ્રગતિમાં કેવી રીતે ગતિ લાવી શકાય તેના વિશે વાત કરીએ.

તેના પછી આગવી શૈલીમાં પીએમ મોદીએ G20-Modi જણાવ્યું હતું કે યોર હાઇનેસ એક્સીલેન્સ, આ સાથે જ હું જી20 સમિટના સમાપનની જાહેરાત કરું છું. સ્વસ્તિ અસ્તુ વિશ્વસ્ય. એટલે કે સંપૂર્ણ વિશ્વામાં આશા અને શાંતિનો સંચાર થાય.

બ્રાઝિલને શક્ય તમામ સહયોગની ખાતરી આપી

PM મોદીએ પણ ટ્વિટર પર લખ્યું, “ભારતે બ્રાઝિલને અધ્યક્ષપદ સોંપ્યું છે. અમને અતૂટ વિશ્વાસ છે કે તેઓ સમર્પણ, વિઝન સાથે નેતૃત્વ કરશે અને વૈશ્વિક એકતા તેમજ સમૃદ્ધિને આગળ વધારશે. ભારતે આગામી G20 નું અધ્યક્ષપદ સોંપ્યું છે. તેમના પ્રમુખપદ દરમિયાન બ્રાઝિલને શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ ભાવુક થઈ ગયા

આ દરમિયાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયોએ કહ્યું, “જ્યારે અમે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા ગયા ત્યારે હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. મારા રાજકીય જીવનમાં મહાત્મા ગાંધીનું ખૂબ મહત્વ છે કારણ કે મેં ઘણા દાયકાઓ સુધી અહિંસાનું પાલન કર્યું છે. મજૂર આંદોલન. તેથી જ જ્યારે મેં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી ત્યારે હું ભાવુક થઈ ગયો હતો.”

 

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ દિલ્હીમાં G-20 શિખર સંમેલન, એક ક્લિકમાં જાણો બધું જ

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ PM મોદી સાથે ડિનર કરશે બાયડન, આ મુદ્દે થઇ શકે ચર્ચા

આ પણ વાંચોઃ G20 Summit/ PM મોદી-બાયડનની આ ચાલથી ચીન-પાકિસ્તાન રાતા પાણીએ રડશે, જુઓ Video

આ પણ વાંચોઃ G20 Summit 2023/ G20 નેતાઓએ રાજઘાટ પર 1 મિનિટનું મૌન પાળીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, PM મોદી પણ હાજર હતા.

આ પણ વાંચોઃ G20 Summit 2023/ ભારતીય સંસ્કૃતિના દીવાના થયા વિદેશી મહેમાનો, આ મહિલાઓ જોવા મળી ભારતીય સાડીમાં