TRP Game zone/ ગેમઝોન કાંડનો વધુ એક આરોપી ઝડપાયો, વધુ ખુલાસા થવાની સંભાવના

શનિવારે રાજકોટ શહેરમાં આવેલા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદથી આરોપીઓ……

Top Stories Rajkot Gujarat Breaking News
Image 2024 05 28T073937.593 ગેમઝોન કાંડનો વધુ એક આરોપી ઝડપાયો, વધુ ખુલાસા થવાની સંભાવના

Banaskantha News: રાજકોટ ગેમઝોન કાંડનો વધુ એક આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપ્યો છે. આરોપી ધવલ ઠક્કર આબુ રોડથી પકડી રાજકોટ લવાઈ રહ્યો છે. પૂછપરછમાં હજુ વધુ ખુલાસા થઈ શકે છે તેવી સંભાવના છે.

શનિવારે રાજકોટ શહેરમાં આવેલા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદથી આરોપીઓ ફરાર હતા. ક્રાઈમ બ્રાંચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. માહિતી મુજબ બનાસકાંઠા એલસીબીને સંબંધીના ઘરે છુપાયો હોવાની બાતમી મળી હતી. બાદમાં તેનો પીછો કરી દુકાનમાંથી LCBએ પકડી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચને આરોપીની માહિતી મળતાં તેમને આબુરોડથી ધવલ ઠક્કરની ધરપકડ કરી હતી.

બપોર સુધીમાં આરોપીને રાજકોટ લાવવામાં આવશે. ત્યારબાદ સઘન પૂછપરછ કરાશે. અગાઉ ત્રણ આરોપીઓ રાહુલ રાઠોડ, નિતીન જૈન, યુવરાજસિંહ સોલંકીની ધરકપકડ બાદ કોર્ટમાં હાજર કરાયા હતા, જેમાં તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં  આરોપીઓએ રૂપિયા 7 થી 8 કરોડનું રોકાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ